બે ઇનિંગ્સમાં શૂન્ય રને આઉટ અને બીજી ટેસ્ટમાં સદી ફટકારનાર પ્લેસિસ દુનિયાનો પ્રથમ સુકાની

1447

પાકિસ્તાન સામે સેન્ચ્યુરિયન ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ડક (પેયર) પર આઉટ થનાર દક્ષિણ આફ્રિકાના સુકાની ફાફ ડુ પ્લેસિસે કેપટાઉનમાં સદી ફટકારી પાકિસ્તાન સામે સેન્ચ્યુરિયન ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ડક (પેયર) પર આઉટ થનાર દક્ષિણ આફ્રિકાના સુકાની ફાફ ડુ પ્લેસિસે કેપટાઉનમાં સદી ફટકારી છે. તે આવી સિદ્ધિ કરનાર દુનિયાનો પ્રથમ સુકાની છે. જ્યારે આ મેચમાં ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પાકિસ્તાનને ૧૭૭ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસના અંતે ૬ વિકેટે ૩૮૨ રન બનાવી લીધા છે.  દક્ષિણ આફ્રિકાના સુકાનીએ ફાફ ડુ પ્સેસિસે ૨૨૬ બોલમાં ૧૩ ફોરની મદદથી ૧૦૩ રનની ઇનિંગ્સ રમી હતી. આ તેની નવમી ટેસ્ટ સદી છે. આ સાથે જ પ્લેસિસે એક રેકોર્ડ પણ બનાવ્યો છે. તે દુનિયાનો પ્રથમ સુકાની છે જે પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં શૂન્ય રને આઉટ થયો હતો અને બીજી ટેસ્ટમાં સદી ફટકારી હતી.  ફાફ ડુ પ્લેસિસ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં ડક પર આઉટ થયા પછી બીજી ટેસ્ટમાં સદી ફટકારનાર ત્રીજો દક્ષિણ આફ્રિકી ખેલાડી બન્યો છે.

Previous articleસેક્સી કેટી પેરી ન્યુઝ મેકર્સમાં સૌથી આગળ રહી છે : રિપોર્ટ
Next articleહરિયાણાના રમત પ્રધાને શૂટર મનુ ભાકરને ‘ટ્‌વીટ’ બદલ માફી માંગવા કહ્યું