હરિયાણાના સ્પોટ્ર્સ પ્રધાન અનિલ વિજે શનિવારે આંતરાષ્ટ્રીય શૂટર મનુ ભાકરને આડેહાથ લેતા તેણે ટિ્વટર પર કરેલી પોસ્ટ માટે માફી માંગવા જણાવ્યું હતું. રાજ્ય સરકારે ૨૦૧૮માં બ્યૂનો એરિસમાં ગોલ્ડ મેડલ જીતનાર મનુ ભાકરને રૂ. ૨ કરોડનું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી હતી. જો કે આ ઈનામની રકમ ના મળતા મનુ ભાકરે ટિ્વટરનો સહારો લેતા રાજ્ય સરકાર વિરુદ્ધ ટ્વીટ કર્યું હતું. ૧૬ વર્ષીય ભાકર કોમનવેલ્થ ગેમ્સમાં તેમજ સીનિયર વર્લ્ડ કપમાં પણ ગોલ્ડ મેજલ જીત્યા હતા. આ ઉપરાંત ગત વર્ષે ઓક્ટોબરમાં યુથ ઓલિમ્પિક્સમાં પણ ભાકરે ગોલ્ડ મેળવ્યો હતો.
ભાકરે રાજ્ય સરકારને તેમનું વચન યાદ અપાવતું ટ્વીટ કર્યું હતું જેમાં હરિયાણાના રમત પ્રધાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભાકરે વિજના ટિ્વટરના સ્ક્રીન શોટ પોસ્ટ કર્યા હતા જેમાં હરિયાણા સરકાર વતી ભાકરને રૂ. ૨ કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ભાકરના આ ટ્વીટ બદલ વિજે જણાવ્યું કે, ‘જાહેરમાં આ પ્રકારની ટિપ્પણી કરતા પૂર્વે તેમણએ રાજ્યના રમત વિભાગનો સંપર્ક સાધવો જોઈતો હતો.