હિંમતનગર, પ્રાંતિજ, ઈડર સહિત જીલ્લા ભરમાં પડેલો કમોસમી વરસાદ : ઠંડીનું જોર

1195
gandhi6122017-3.jpg

અરબી સમુદ્ર માં સજૉયેલા (ઓખી) વાવાઝોડા ની તીવ્ર અસર ને લઈ સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર, ઈડર, પ્રાંતિજ અને ખેડબ્રહમા માં વહેલી સવાર થી કમોસમી વરસાદ થતાં ઠંડી નું પ્રમાણ વધી જવા પામ્યું હતું. એકાએક વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદ તુટી પડતા જગત નો તાત મુશ્કેલી માં મુકાયો છે. 
હિંમતનગર સહિત જીલ્લા ભરમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડતા ઠંડી નું જોર વધી જવા પામ્યું હતું. શહેર માં ઠેર ઠેર લોકો છત્રી લઈ ફરતા નજરે પડયા હતા. અરબી સમુદ્રમાં સજૉયેલા (ઓખી) વાવાઝોડા ની તીવ્રતાને લઈ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ હિંમતનગર, ઈડર, પ્રાંતિજ અને ખેડબ્રહમા માં  કમોસમી વરસાદ પડતા ધરતીપુત્ર ના ખેતર માં તૈયાર થયેલ બટાટા, જીરૂ, વરીયાળી, ઈસબગુલ સહિત ના પાક નો કચ્ચરઘાણ વળી જતાં ખેડુતો મુશ્કેલી માં મુકાઈ જવા પામ્યા છે. 

Previous articleમોડાસા-વણિયાદ રોડ પર એસટી બસ-બાઈક વચ્ચે અકસ્માત : બે પિતરાઈ ભાઈના મોત
Next articleકમોસમી વરસાદને કારણે જીરા, કપાસ અને કોથમીરના પાકને નુકસાન પહોંચશે