કુંભમેળા માટે એર ઈન્ડિયા દ્વારા ૧૩ જાન્યુ.થી ૩૦ માર્ચ સુધી વિમાની સેવા શરૂ

762

કુંભ મેળા ૨૦૧૯નું આયોજન સંગમનગર પ્રયાગરાજમાં કરવામાં આવી રહ્યું છે. કુંભ મેળો મકર સંક્રાતિ (૧૪ જાન્યુઆરી)થી શરૂ થીને મહાશિવરાત્રિ (૪ માર્ચ) સુધી ચાલશે. હાલ પ્રયાગરાજમાં થનારા કુંભમેળાને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે, ત્યારે એર ઈન્ડિયા કુંભ મેળા માટે વિવિધ શહેરો અને અલાહાબાદ વચ્ચે ખાસ ફ્લાઈટ શરૂ કરશે. ગુજરાતના લોકોને પણ સીધા કુંભના મેળામાં જવા માટે એર ઈન્ડિયા દ્વારા વિમાની સેવા શરૂ કરવામાં આવી રહી છે. આગામી ૧૩ જાન્યુઆરીથી ૩૦ માર્ચ સુધી આ વિમાની સેવા ચાલશે. પ્રયાગરાજમાં થનારા કુંભમેળાને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે ગુજરાતના લોકોને પણ સીધા કુંભના મેળામાં જવા માટે કેન્દ્ર સરકારે વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આગામી ૧૩ જાન્યુઆરીથી ૩૦ માર્ચ સુધી આ વિમાની સેવા ચાલશે. જેમાં બુધવાર અને શનિવાર એમ અઠવાડિયામાં બે દિવસ અમદાવાદથી પ્રયાગરાજ જવા માટે સીધી જ ફ્લાઈટ મળશે. જે અમદાવાદ એરપોર્ટથી બપોરે ૨ કલાક અને ૪૦ મિનિટે ઉપડશે. તે સાંજે ૪ કલાકે અને ૨૦ મિનિટે પ્રયાગરાજ પહોંચશે. ત્યારે આ અંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ ઝી ૨૪ કલાક સાથેની વાતચીત માં કહ્યું હતું કે, હાલ શરૂઆતમાં બે દિવસ અને ત્યારબાદ જરૂર મુજબ વધુ વિમાની સેવા પણ શરુ કરવામાં આવશે. એર ઈન્ડિયાએ શુક્રવારે જાહેર કરેલ એક જાહેરાતમાં જણાવ્યું કે, આ ખાસ ફ્લાઈટમાં ૧૩ જાન્યુઆરીથી લઈને ૩૦ માર્ચની વચ્ચે સંચાલિત થશે. તેના દ્વારા અલાહાબાદને દિલ્હી, અમદાવાદ અને કોલકાત્તાની સાથે જોડવામાં આવશે.

Previous articleકિંજલ દવેને કોર્ટનું ફરમાન : ૨૨મી જાન્યુ. સુધી ‘ચાર ચાર બંગડી..’ નહિ ગઈ શકે
Next articleઆગામી સત્રથી લાગુ થશે નવી શૈક્ષણિક નીતિ : પાસ-નાપાસ ફરી શરુ