માણસાના વિધ્નેશ્વરીધામ પંચદેવ મંદિરમાં અન્નપૂર્ણા વ્રતની પૂર્ણાહુતિ

632

માણસા શહેરમાં વિઘ્‌નેશ્વરી ધામ પંચદેવ મંદિરે આવેલ અન્નપૂર્ણા માતાજીના મંદિરે અન્નપૂર્ણા માતાજીના વ્રત દરમિયાન સળંગ ૨૧ દિવસ સુધી સવારે ૭ થી સાંજે સાત વાગ્યા સુધી ૧૨ કલાક રૂ”શ્રી અન્નપૂર્ણા શરણમ મમરૂ” ની ધૂન ચાલી રહી હતી. જેમાં રોજ અલગ-અલગ એવા માણસા તાલુકાના વિવિધ જુદા-જુદા ગામોના ૭૩ મંડળો ની ૧૨૦૧ જેટલી બહેનોએ ધૂન બોલાવીને ૪૦ કરોડ ૮૨ લાખ ચાર હજાર મંત્રો પૂર્ણ થયા હતા. આ ધૂનમાં ભજન મંડળોની સાથે અગણિત ભક્તોએ વ્રત દરમિયાન દર્શન અને ધૂન નો લાભ લીધો હતો. વ્રતની પૂર્ણાહુતિ દરમિયાન સંસ્થાના માનદ મેનેજિંગ ટ્રસ્ટી દિનેશભાઈ વ્યાસે હાજરી આપી બહેનોને ભેટ અર્પણ કરી તેમના ઉમદા કાર્યને બિરદાવી અભિનંદન સાથે આવતા વર્ષે આ વ્રત દરમિયાન આજ રીતે પધારવા માટે આમંત્રણ પાઠવ્યું હતું

Previous articleગાંધીનગરમાંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ
Next articleકોંગ્રેસમાં વધુ એક આંતરિક વિખવાદ ચરમસીમાએ : કડી કોંગ્રેસમાં વિવાદ