કમોસમી વરસાદને કારણે જીરા, કપાસ અને કોથમીરના પાકને નુકસાન પહોંચશે

1561
gandhi6122017-4.jpg

ઓખી વાવાઝોડાને કારણે આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શકયતા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આ કમોસમી વરસાદને કારણે પોતાના પાકને નુકસાન પહોંચવાની ચિંતા છે. આ વાતાવરણના કારણે સૌરાષ્ટ્રમાં જીરા અને કોથમીરના પાકને નુકસાન પહોંચશે. આ પાકની વાવણી એક મહિના પહેલા જ કરવામાં આવી છે અને તેની લણણી માટે પણ હજી એક મહિનાની વાર છે. જીરૃં અને કોથમીર ઘણાં સંવેદનશીલ પાક છે, અને આવા વાતાવરણમાં ઘણાં જલ્દી રોગ લાગી જાય છે.
આ સિવાય એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના ડિરેકટર બી.એમ.મોદી જણાવે છે કે, આ કમોસમી વરસાદ ઘઉં અને ચણાની વાવણી માટે મદદરૂપ સાબિત થશે. અન્ય પાકોની વાવણી થઈ ગઈ છે, માટે બની શકે કે આ વાતાવરણને કારણે તેમાં ઉપદ્રવ થાય. અને જીરામાં આ શકયતા ઘણી વધારે છે અન્ય એક નિષ્ણાંત બી.આર.શાહ જણાવે છે કે, ભરૂચમાં કપાસના પાકની લણણી કરવાની હજી બાકી છે અને આ વરસાદને કારણે તેની ગુણવત્તામાં ચોક્કસપણે ફરક જોવા મળશે. વરસાદને કારણે કપાસ પીળો પડી જાય છે. ઉત્તર ગુજરાતમાં જીરાના પાકને નુકસાન થાય તેવી શકયતાઓ છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં લગભગ ૬૦૦૦ હેકટર જમીન પર કેળાની વાવણી કરવામાં આવી છે અને દર વર્ષે લગભગ ૩૦,૦૦૦ મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થાય છે. ખેડૂતોને ચિંતા છે કે વાવાઝોડાને કારણે ફૂંકાતા ભારે પવન અને વરસાદને કારણે તેમના પાકને નુકસાન થઈ શકે છે. જો કે આ વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં ખાંડ માટેના શેરડીના પાકને ફાયદો થશે. સુરતથી ડેપ્યુટી ડિરેકટર ઓફ હોર્ટિકલ્ચર જણાવે છે કે, કારેલા, દૂધી, જેવા પાકને નુકસાન થઈ શકે છે. આ સિવાય ટામેટા, મરચાં, રિંગણ વગેરેના પાકને પણ અસર થશે. વરસાદ કેટલો અને કેવો પડે છે તેના પરથી નક્કી થશે કે પાકને કેટલું નુકસાન થશે.

Previous articleહિંમતનગર, પ્રાંતિજ, ઈડર સહિત જીલ્લા ભરમાં પડેલો કમોસમી વરસાદ : ઠંડીનું જોર
Next articleજિલ્લામાં ૧૩૪૨ મતદાન મથકો ઉપર ૬૭૧૦ કર્મચારી ફરજ બજાવશે