કોંગ્રેસમાં વધુ એક આંતરિક વિખવાદ ચરમસીમાએ : કડી કોંગ્રેસમાં વિવાદ

739

દેશ કોંગ્રેસમાં વિધિ મોરચે આંતરિક વિખવાદ સપાટી પર પહોંચીગ યો છે. કોંગ્રેસ હાલ પોતાના જ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓના વિરોધનો સામનો કરી રહ્યું છે. ત્યારે રાજકોટ, સુરત બાદ હવે કડી કોંગ્રેસમાં પણ આંતરિક વિવાદ ઉભો થયો છે. કડી તાલુકાના કાર્યકરોનો કોંગ્રેસ કાર્યાલયે બેનર અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કાર્યકરોનો હોબાળો સામે આવ્યો છે. કોંગ્રેસમાં આંતરિક વિખવાદ નથી, એવું નિવેદન પ્રભારી રાજીવ સાતવ દ્વારા આજ સવારે આપવામાં આવ્યું હતું. પણ ગણતરીના કલકોમાં જ નારાજ અસંતુષ્ટ કાર્યકરોએ પ્રદેશ કાર્યલાય ખાતે હલ્લાબોલ કર્યો હતો અને કડી તાલુકા પ્રમુખ મોહનજી ઠાકોરને હટાવવાની માંગ સાથે ૨૦૦ જેટલા કાર્યકરોનું ટોળું ઘસી આવ્યું હતું. કડી તાલુકા કોંગ્રેસમાં થયેલી નિમણૂંકો અને નવનિયુક્ત પ્રમુખનો વિરોધ કરાયો છે. કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે, પક્ષમાં કામ કરનારાઓને ન્યાય, માન સન્માન નથી મળી રહ્યું અને અન્યાય થઈ રહ્યો છે. તો બીજી તરફ, કલોલના સ્થાનિક ધારાસભ્યની ભલામણથી કડી તાલુકા પ્રમુખની વરણી કરવામાં આવી છે અને કામ કરનારાઓને દૂર રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ, કોંગ્રેસમાં ચાલી રહેલા કકળાટને લઈને રાજુ પરમાર સિનિયર નેતાઓના બચાવમાં આવ્યા છે.

પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં કોંગ્રેસના નેતાઓની  બેઠક  મળી હતી. જેમાં લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના સિનિયર નેતાઓનું રાજુ પરમારે સમર્થન કર્યું. તેમણે કહ્યું કે, સિનિયર નેતાઓને લોકસભાની ટિકીટ આપવી જોઈએ. કારણ કે જુનિયર નેતાઓ કરતા સિનિયર નેતાઓ ભાજપના પ્રચાર સામે સિનિયર નેતાઓ જ લડી શકે.

આવું કહીને તેમણે યુવા નેતાઓને પણ આડકતરી રીતે નવા નિશાળિયા ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે એવું નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસના સિનિયર નેતાઓ યુવા નેતાઓથી નારાજ ચાલી રહ્યા છે અને પોતાની રીતે ખાનગી બેઠકો કરી રહ્યા છે. જાણે તેમનો ગરાસ લૂંટાઈ ગયો હોય.

Previous articleમાણસાના વિધ્નેશ્વરીધામ પંચદેવ મંદિરમાં અન્નપૂર્ણા વ્રતની પૂર્ણાહુતિ
Next articleસાબરકાંઠા જિલ્લામાં નકલી નોટો છાપવાના કૌભાંડનો પર્દાફાશ : પાંચ આરોપી ઝડપાયા