સાબરકાંઠા જિલ્લામાં નકલી નોટો છાપવાના કૌભાંડનો પર્દાફાશ : પાંચ આરોપી ઝડપાયા

739

હિંમતનગરમાં નવી રૂપિયા ૫૦૦ની ચલણી નોટો છાપતા કૌભાંડનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે, ભારતીય ચલણની ૫૦૦ રૂપિયાની દરની નકલી ચલણી નોટો છાપતા પાંચ આરોપીઓને ૧૭ નકલી નોટો અને પ્રિન્ટર સાથે એસઓજી પોલીસે ઝડપી લઈને તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠા જિલ્લા એસઓજી પોલીસે નકલી નોટો છાપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે ભારતીય ચલણ નવી ૫૦૦ રૂપિયાના દરની નકલી ચલણી નોટો છાપી બજાર ફરતી કરતા પાચ જણાને એસઓજી પોલીસે ઝડપી લીધા છે તો તેમની પાસેથી પોલીસે કલર પ્રિન્ટર અને નકલી ૧૭ નોટો ઝડપી લીધી છે. આ લોકો પ્રિન્ટરની મદદથી ભારતીય ચલણની ૫૦૦ રૂપિયાની નકલી ચલણી નોટો છાપતા હોવાનું બહાર આવ્યું છે.

હિંમતનગરના ત્રણ અને પ્રાંતિજ તાલુકાના બે મળી પાંચેય આરોપીઓ ભેગા મળીને હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં નોટો છપાતા હોવાની માહિતી મળતા પોલીસે રેડ કરી ને આરોપીઓની ધરપકડ કરી છે. તાપસ દરમિયાન આરોપીઓએ હિંમતનગર અને પ્રાંતિજની અલગ અલગ ત્રણ સ્થળોએ નોટો છાપી હોવાનું બહાર આવ્યું છે તો આરોપીઓ એ કુલ ૫૦૦ રૂપિયાંના દર ની ૧૭ જેટલી નોટો છાપી હોવાની કબૂલાત કરી છે ત્યારે સાબરકાંઠા એસઓજી પોલીસે હિંમતનગર અને પ્રાંતિજના કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે સાથે જ પોલીસે કલર ઝેરોક્સ પ્રિન્ટર અને ૫૦૦ રૂપિયાના દર ની ૧૭ નકલી છાપેલી ચલણી નોટો કબ્જે કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને હજી પણ નકલી નોટો બજારમાં ફરતી હોવાની આશંકાને લઈને તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Previous articleકોંગ્રેસમાં વધુ એક આંતરિક વિખવાદ ચરમસીમાએ : કડી કોંગ્રેસમાં વિવાદ
Next articleરાજકોટને એઈમ્સ ફાળવવા બદલ મંખ્યમંત્રીનો આભાર