ગુરૂકુલને ૨૫ વર્ષ પુર્ણ થતા યોજાયેલ રજત જયંતી મહોત્સવમાં આજ રોજ ૫૧ કુંડી મહાયજ્ઞ સહીતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. તેમજ ગુરૂકુલના બનાવેલ વિશાળ પટાંગણમાં યોજાયેલ કથામાં ઉપસ્થિત હરીભક્તોને નાયબ મુખ્યમંત્રીએ સંબોધીને સરકારના વિવિધ વિકાસ કામોની તેમજ સરકાર દ્વારા દર્દીઓને મફત સારવારની યોજનાઓ વિશે પણ માહીતી આપી હતી.
નાયબ મુખ્યમંત્રી આવવાના પગલે ગુરૂકુલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો તેમજ કલોલ શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ નૈલેષભાઇ શાહ, શહેર ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ સહીતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
કલોલ નગરપાલિકા સંચાલિત સિવીલ હોસ્પિટલને સુવીધાના અભાવે સરકાર હસ્તક લેવા માટેની રજુઆત કરાઇ હતી. જેને પગલે આ સિવીલ હોસ્પિટલને સરકાર હસ્તક લઇ સી.એચ.સી. સેન્ટરમાં ફેરવવામાં આવી હતી. જેને અધતન કરવાની કલોલના ભાજપના હોદ્દેદારો તેમજ અગ્રણી નગરજનો સહીત કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પણ રજુઆત કરતા સરકાર દ્વારા તેને અધતન બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.
કલોલ સઇજ હાઇવે પર આવેલ સ્વામીનારાયણ વિશ્વમંગલ ગુરૂકુલ ખાતે ચાલતા રજત જયંથી મહોત્સવમાં આજ રોજ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ઉપસ્થિત રહેતા પોલીસ તેમજ ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.