નાટક કેવી રીતે કરાય? શું વાંચવું જોઈએ? પાત્રમાં કેવી રીતે ઢળાવવું? થિયેટરની ફિલ્ડમાં કેરિયર બનાવવું હોય તો શું કરવું? આ બધાજ પ્રશ્નો, જેને નાટક કરવું હોય છે એને ક્યારેક તો થાય જ છે, અને જેના જવાબો માત્ર નાટકની કાર્યશાળાઓમાં એટલે કે, થીયેટર વર્કશોપમાં જ જાણવા-શીખવા મળે છે. આવાજ એક ઇન્ટેન્સીવ અને ક્રિયેટીવ થીયેટર વોર્ક્શોપનું આયોજન નવજીવન પ્રેસ “જીતેન્દ્ર દેસાઈ મેમોરીયલના સહયોગથી “ધ ર્અથિંગ ગ્રુપ” દ્વારા “વિન્ટર થીયેટર સ્કુલ” અંતર્ગત કરાયુ છે. આ વર્કશોપ ૧ થી ૯ જાન્યુઆરી સુધી, જીતેન્દ્ર દેસાઈ મેમોરીયલ હોલ, નવજીવન પ્રેસ, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, ઇન્કમટેક્ષ અમદાવાદ ખાતે, સાંજે ૬ઃ૩૦ થી ૧૦ઃ૩૦ દરમિયાન યોજાશે. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને થીયેટર અને ફિલ્મના જુદા જુદા તજજ્ઞો દ્વારા શીખવાડવામાં આવશે.