દીવાલ ધરાશાયી થતા પટેલ પરિવારના પાંચ દટાયા, બેના મોત

917

ઓલપાડ તાલુકાના મીરજાપોર ગામે શનિવારનો દિવસ પટેલ પરિવાર માટે માતમ લઈને આવ્યો છે. મીરજાપોરના ખૂણા ફળીયામાં મકાનનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે પટેલ પરિવારના પાંચ સભ્યો જૂની દીવાલ નજીક બેઠા હતા. ત્યારે અચાનક જૂની દીવાલ ધરાશાયી થતા પટેલ પરિવારના પાંચ સભ્યો દીવાલ નીચે દબાઈ ગયા હતા.

બુમાબુમ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા. અને તમામ ઇજાગ્રસ્ત લોકોને ખાનગી વાહનમાં સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પાંચ પેકી બેના મોત થયા હતા. જ્યારે ૩ને ગંભીર ઇજા થતાં સારવાર ચાલી રહી છે. જોકે દાદા અને પૌત્રના મોતથી ગામમાં શોકની લાગણી ફરી વરી હતી. શનિવારની સ્કૂલમાં રજા હોવાથી બાળકો દાદા સાથે બેઠા હતા. તે દરમિયાન આ ઘટનામાં દાદા અને પૌત્રનું મોત થયું છે.

Previous article“ધ ર્અથિંગ ગ્રુપ” દ્વારા “વિન્ટર થિયેટર સ્કૂલ” હેઠળ વર્કશોપ
Next articleસબરીમાલા વિવાદ : હિંસા વચ્ચે ૩૧૭૮ની અટકાયત