ઉત્તર પ્રદેશ કેડરની ૨૦૦૮ની બેચના આઈએએસ અધિકારી ચંદ્રકલાના આવાસ ઉપર આજે વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઈની ટીમ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા. ચંદ્રકલા ઉબર આરોપ છે કે તેઓએ અખિલેશ સરકારમાં જુલાઈ ૨૦૧૨ બાદ હમીદપુર જિલ્લામાં ૫૦ મોરંગ ખાણના પટ્ટા કરી દીધા હતા. અલબત્ત તે ગાળા દરમિયાન ઈ-ટેન્ડર મારફતે મોરંગના પટ્ટાને મંજુરી આપવાની જોગવાઈ હતી તેમ છતાં નિયમોની અવગણના કરવામાં આવી હતી અને ગેરકાયદે રીતે પટ્ટા કરી દેવામાં આવ્યા હતા. બી. ચંદ્રકલા ઉત્તરપ્રદેશના વહીવટીકારોની અંદર પણ ખૂબ લોકપ્રિય નામ છે. જેમને સર્વિસમાં ભલે ૧૦ વર્ષનો ગાળો થયો છે પરંતુ તેમની લોકપ્રિયતા સૌથી વધારે રહી છે. સોશિયલ મીડિયા ઉપર તેમની છાપ કોઈ સ્ટારથી ઓછ નથી.
‘આનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી તેના લાખો ફોલોઅર્સ વધારે છે. ચંદ્રકલાના ફેસબુક પેજ પર ૮૫ લાખ લાઈક્સ છે જ્યારે યોગીના ૫૫ અને અખિલેશના ૬૫ લાખ ફોલોઅર્સ રહેલા છે. ફેબ્રુઆરી ૨૦૧૬માં એક સેલ્ફીને લઈને ડીએમ બી.ચંદ્રકલા ચર્ચામાં આવી હતી. એક યુવકે કલેક્ટોરેટ સંકુલમાં તેમની સાથે બળજબરી સેલ્ફી લેવાના પ્રયાસ કર્યા હતા. જેનો ઈનકાર કરી દેવાયા બાદ ધાંધલ ધમાલ થઈ હતી. મોડેથી તેને શાંતિ ભંગ કરવાની કલમમાં જેલભેગો કરાયો હતો.
આના ઉપર ભારે હોબાળો થયો હતો. ત્રણ દિવસ જેલમાં રહ્યા બાદ યુવકને તેમના પરિવાર તરફથી અરજી કરાયા પછી ડીએમએ છોડી દીધા હતા. વિવાદ અહીં ખતમ થયો ન હતો. એક અખબારના પત્રકારે પણ તેમને આ મુદ્દે અભિપ્રાય આપવા કહેવાયું ત્યારે ખરાબ રીતે વર્તન કરાયું હતું. મામલો કોર્ટમાં પહોંચ્યા હતો. ફેસબુક અને ટ્વીટર પર તેમના ડઝન ફ્રેન્ડ છે. વીડિયો શેર પણ કરવામાં આવે છે.