રચનાત્મક કાર્યકર તરીકે સન્માન

634

મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજયંતિ વર્ષ પ્રસંગે દેશની પ્રતિષ્ઠિત ખાદી ગ્રામોદ્યોગ સંસ્થા ગ્રામદ્યોગ સંઘ સુરત, યંગમેન ગાંધીયન એસોસિએશનના ઉપક્રમે સૌરાષ્ટ્રના રચનાત્મક કાર્યકરોનું અભિવાદન ૧૬ ડિસેમ્બરે રાજકોટમાં સમન્વય સંસ્થા દ્વારા યોજાયું. સ્વરાજની શાળા તરીકે ગાંધી આચાર-વિચાર સાથે છેલ્લા ૮૦ વર્ષથી સમાજ ઘડતર પ્રત્યે જાગૃત શિશુવિહાર સંસ્થાના કાર્યકરોનું અભિવાદન ગૌરવવંત બની રહ્યું. આ પ્રસંગે વરિષ્ઠ ખાદી કાર્યકર મનુભાઈ મહેતા તથા બળવંતભાઈ જાની દ્વારા સંસ્થાના મંત્રી ડો. નાનકભાઈ તથા નિર્મોહીબહેન ભટ્ટે સન્માન સ્વીકાર્યુ હતું.

Previous articleવકતૃત્વ સ્પર્ધાના વિજેતાનું સન્માન
Next articleરાણપુરના નાનીવાવડી ગામે બોટાદ જીલ્લા કોંગ્રેસ સમિતિની બેઠક મળી