બોટાદ જીલ્લાના રાણપુરમાં ગીરનારી આશ્રમ પાસે નવી આઈ.ટી.આઈ.કોલેઝ ખાતે દિગંબર સમાજ નો સંઘ આવી પહોચ્યો હતો દિગંબર સંત આચાર્યશ્રી સુનીલસાગરજી મહારાજ ની નિશ્રા માં અમદાવાદ થી જુનાગઢ સુધી આ સંઘ કાઢવામાં આવ્યો છે આ દિગંબર સંઘ માં ૧૮ સંતો ૪૦ સાધ્વીજી સાથે મોટી સંખ્યામાં ભકતો જાડાયા છે આ અંગે સંઘપતિ સાથે રૂબરૂ વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે ગુજરાત નુ માયાળુ મલક સૌરાષ્ટ્ર માં સિધ્ધક્ષેત્ર ગિરનારની યાત્રા નિમિત્તે પરમ પુજ્ય ચતુર્થ પધ્ધાધીશ આચાર્ય શ્રી સુનીલસાગરજી મહારાજ સંઘ(૪૫ પચ્છી)નો ભવ્ય પ્રવેશ થયેલ છે આ સદભાવના અહિંસા પદયાત્રા નો શુભારંભ અમદાવાદ થી થયો હતો આ પરમ તપસ્વી સંતો ચોવીસ ક્લાક માં ફક્ત એક જ વાર આહાર(ભોજન-પાણી) લે છે સાંજે સાત વાગ્યે મૌન થયા પછી બીજે દીવસે સવારે સાત વાગ્યા સુધી મૌન રહે છે અને પરિપુર્ણ અહિંસા નુ પાલન કરતા પદ વિહાર કરે છે નગ્ન્ન રહીને કેશલોચ કરતા જીવદયાનુ પાલન કરે છે બ્રહ્મચર્ય નુ પુર્ણપણે પાલન કરીને જન જન નુ કલ્યાણ કરનારા આવા તપસ્વી સંતો રાણપુર ને આંગણે આવતા લોકો મોટીસંખ્યામાં દર્શનાર્થે ઉમટીપડ્યા હતા રાણપુર ના દરેક સમાજ ના લોકોએ આચાર્ય સંત્ સુનીલસાગરજી મહારાજ અને અન્ય સંતોના દર્શન કરી લોકો તેમના આશિર્વાદ લઈને ધન્ય થયા હતા.