અમરેલી જીલ્લામાં દારૂની મહેફીલ કરતા અને ગેરકાયદેસર પરપ્રાંતીય વિદેશી દારૂ અંગેની છુપીથી હેરાફેરી કરતા અને પરપ્રાંતીય વિદેશી દારૂનું વેચાણ કરતા ઇસમો અને જીલ્લાના લીસ્ટેડ પ્રોહી બુટલેગર્સની પ્રવૃતી અંગે વોચ રાખવા અને દારૂની બદી દુર કરવા અને વ્યસન મુકત કરવા વધુમાં વધુ પ્રોહીબીશનના કેસો કરવા સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય બાતમી આધારે ના.પો.અધિ. સાવરકુંડલા કે.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ જાફરાબાદ ટાઉન પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.ટી.ચનુરા સાહેબ તથા મરીન પીપાવાવ પો.સ્ટે.ના પો. સબ ઇન્સ. એસ.આર.શર્મા સાહેબ દ્રારા જાફરાબાદ મરીન/ટાઉન અને પીપાવાવ પો.સ્ટે. સ્ટાફ દ્રારા સંયુકત રીતે જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં રહેતા માજી નગર પાલીકા પ્રમુખ ભગુભાઇ ગાંડાભાઇ સોલંકીના પુત્ર સુરેશ ભગુભાઇ સોલંકીના રહેણાંક મકાને કેટલાક ઇસમો પરપ્રાંતીય દારૂની મહેફીલ કરતા હોય જયાં રેઇડ કરતા પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ , બીયર તથા દારૂની મહેફીલની ચીજ વસ્તુ સાથે કેફી પીણું પીધેલ હાલતમાં આઠ ઇસમો પકડાય ગયેલ અને અંધારાનો લાભ લઇ નાસી ગયેલ ચાર ઇસમો વિરૂધ્ધ ઇંગ્લીશ દારૂની મહેફીલનો ગુન્હો રજી. કરેલ છે.
પકડાયેલ આરોપીઓ
જગદીશભાઇ બાબુભાઇ બારૈયા
કિશોરભાઇ લાખાભાઇ બારૈયા
બાબુભાઇ રાણાભાઇ સોલંકી
તુલસીભાઇ છનાભાઇ સોલંકી
કરશનભાઇ રામજીભાઇ બાંભણીયા
હરેશભાઇ રામભાઇ બારૈયા
વિનોદભાઇ છનાભાઇ બારૈયા તથા
લખમણભાઇ શુકરભાઇ બારૈયા