મહાવીર સ્વામી જૈન પાંજરાપોળ ખાતે મકરસંક્રાંતિની જોળી અંગે બેઠક મળી

754

દહીંથરા અલખઘણી ગૌસેવા ગોવિદભક્ત ટ્રસ્ટ સંચાલિત ભગવાન મહાવીર સ્વામી જૈન પાંજરાપોળ ખાતે પચાસથી વધુ ગ્રામ્ય વિસ્તારોના સ્વંયમ સેવકોની મીટીંગ મળી હતી જેમાં તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં ગૌસેવકો એકત્રિત થયા હતાં. મકરસંક્રાંતિ નિમિતે અબોલ જીવો માટે નિરણ ગોળ ખોળ પક્ષીઓની ચણ સહિતના દ્રવ્ય માટે યાચીકા કરી મુક જીવો માટે પરમાર્થ કરતા સ્વંયમ સેવકોના સંકલનની મીટીંગ મળી હતી જેમાં ઘનશ્યામભાઈ વિરાણી ઢસા લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા યોગેશભાઈ ગોલેતર સોમજીભાઈ ઢોલરીયા જીતુભાઈ વિરાણી સહિતના દાતાઓનું સંસ્થાના પ્રમુખ માધવજીભાઈ સુતરિયા હરજીભાઈ નારોલા રાકેશભાઈ સુતરિયા સહિતના અગ્રણીઓ દ્વારા ગાયનું સ્મૃતિ ચિન્હ આપી વિશિષ્ઠ બહુમાન કરાયું હતું અને મકરસંક્રાતીની જોળી અંગે સંકલન અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું.

Previous articleજાફરાબાદ ન.પા.ના પુર્વ પ્રમુખના પુત્રના ઘરે દારૂની મહેફીલ માણતા ૮ ઝડપાયા
Next articleકથાકાર જીગ્નેશ દાદાએ રાજુ બારોટની લીધી શુભેચ્છા મુલાકાત