તા. ૬ને રવિવારે સહિત સમગ્ર ગુજરાત રાજયમાં લોકરક્ષક દળની ભરતી માટેની પરિક્ષા લેવામાં આવનાર છે. અગાઉ તા. ર ડિસેમ્બરના રોજ રદ્દ થયેલી પરિક્ષા આજે રવિવારે પુનઃ લેવામાં આવશે. પરિક્ષા દેવા જવા માટે તમામ ઉમેદવારોને એસ.ટી. દ્વારા પરિક્ષા સ્થળે વિનામુલ્યે જવા અને પાછા આવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
જેના ભાગરૂપે ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ટીકીટના બુકીંગનો છેલ્લા બે દિવસથી પ્રારંભ થયો છે. જયારે આજે શનિવારે એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે ઉમેદવારોના ટોળા ઉમટી પડતા ભારે ધાંધલ ધમાલ મચી જવા પામી હતી. પ્રથમ દિવસે ૧પ૦૦ અને ગઈકાલે ૮૦૦૦થી ઉપર ઉમેદવારોએ રીઝર્વેશન કરાવ્યું હતું. જયારે આજે શનિવારે પણ વ્હેલી સવારથી રીઝર્વેશનની કામગીરી શરૂ થયેલ છે.
ઉલ્લેખનીય છે કે ભાવનગરથી પર૦૬૦ ઉમેદવારો પરીક્ષા આપવા જશે તે જ રીતે બોટાદથી ૧૪૪૦ર ઉમેદવારો પરીક્ષા આપવા જશે ભાવનગરથી ર૮૦ બસ અને ૧૦૩૭ ટીપ જયારે બોટાદથી પ૪ બસ અને ર૮૦ ટ્રીપ ભાવનગરથી ૭૦ર ટ્રીપ પરત મુકવા જશે. જયારે બોટાદ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ખાતે જવા માટે એસ.ટી. બસનો આરંભ કરાશે. તે જ રીતે ભાવનગરથી અમદાવાદ અને અમરેલી ઉમેદવારોને મુકવા જવાની પણ બસની વ્યવસ્થા કરાશે. તાલુકા મથકોએ ડેપો હશે ત્યાં પણ ટીકીટ બુકીંગ કરાવી શકાશે તેમ ભાવનગર એસ.ટી. વિભાગના ડી.સી. એ.કે.પરમારે જણાવ્યું હતું. ભાવનગર ખાતે ત્રણ બારીઓ રીઝર્વેશન માટે ખુલ્લી મુકવામાં આવી છે. જેમાં એક બારી યુવતિઓ માટે અને બે બારી યુવાનો માટે છે. એક બારી ર૪ કલાક ખુલ્લી રહેશે. જયારે બે બારીઓ વ્હેલી સવારથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી ખુલ્લી રહેશે.