ભાવનગર શહેરની નવી માણેકવાડી વિસ્તારમાં રહેતા રજાકભાઈ ઈસ્માઈલભાઈ મકાનીએ સ્થાનિક સી ડીવી. પોલીસ મથકમાં એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, શુક્રવારે મોડી રાત્રીના સુમારે શહેરની જોગીવાડની ટાંકી પાસે આવેલ મેમણ જમાતખાના હોલમાં સતારભાઈ ચુગડા, મેમણાના પુત્રના લગ્ન પ્રસંગે યોજાયેલ ભોજન સમારંભ દરમિયાન હોલની બહાર વાહન પાર્કિંગ કરવાના મામલે ઈર્ષાદ યુનુસભાઈ શેખ, સાદીક,સાલીક, સહિતના ત્રણેય સગાભાઈઓએ એક સંપ કરી રજાકભાઈ ઉર્ફે લાલાભાઈ અબ્દુલકરીમ ધોળીયા સાથે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાઈ જઈ લાકડી તલવાર ધોકા વડે હુમલો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી મેમણ જમાતખાનામાં ધુસી જઈ તોડફોડ કરી રૂા. ર૦ હજારનું નુકસાન પહોંચાડી આતંક મચાવી ભયનો માહોલ ઉભો કરી નાસી છુટયા હતાં. ઘટનાની જાણ થતા સીટી ડીવાયએસપી મનીષ ઠાકર સી ડીવીઝનના પી.આઈ. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મામલો થાળે પડ્યો સી ડીવી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલ ઈર્ષાદ અને સાલીકને ઝ૯પી લીધા હતા અને આ બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.