મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે સિનિયર બાસ્કેટબોલ નેશનલ ચેમ્પયનશીપનો ભાવનગર ખાતે પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ અદ્યતન સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાયેલ બાસ્કેટબોલની મેચ નિહાળી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો
અવસરે મંત્રી ઇશ્વરસિંહ પટેલ, વિભાવરીબેન દવે, બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ગુજરાતના શક્તિસિંહ, ભાવનગરના મેયર મનહરભાઇ મોરી, જિલ્લા પંચાયતના પ્રમુખ વક્તુબેન મકવાણા, મુખ્ય સચિવ ર્ડા. જે. એન. સિંઘ, રમત ગમત વિભાગના સચિવ વી. પી. પટેલ, કલેક્ટર હર્ષદ પટેલ, કમિશ્નર એમ. એ. ગાંધી, વ્યાયામ શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગ જીતુભાઈ વાઘાણીએ સિનિયર નેશનલ બાસ્કેટ બોલ ચેમ્પિયનશીપ અંગે તથા તેમાં ભાગ લેતા ખેલાડીઓ અંગે માહિતી આપી હતી. ગુજરાત રાજય અને ભાવનગર બાસ્કેટ બોલ ફેડરેશન આયોજીત નેશનલ બાસ્કેટબોલ ટુર્નામેન્ટના પ્રથમ દિવસે પંજાબે કર્ણાટકને ૮પ-૭૭થી હરાવ્યું હતું. ઈન્ડિયન રેલ્વે ચંદીગઢ ૭પ-૭૪, રાજસ્થાને ગુજરાતને ૮૯-૭૧થી હરાવ્યું, ઉત્તરપ્રદેશે ઝારખંડને ૬૩-ર૭થી હરાવ્યું. હરિયાણાએ બિહારને ૬૬-૪પથી હરાવ્યું. મહારાષ્ટ્રે જમ્મુ કાશ્મીરને ૭૩-પ૧થી હરાવ્યું, દિલ્હીએ મીઝોરમને ૬૩-૪પથી હરાવ્યું, હિમાચલ પ્રદેશએ ઝારખંડને પ૪-૩પ અને પશ્ચિમ બંગાળે પોંડીચેરીને પ૯-૪પથી હરાવ્યું હતું. મહિલાઓએ ઈન્ડિયન રેલ્વેએ કર્ણાટકના ૮ર-૪૭થી હરાવ્યું હતું. જયારે તામિલનાડુએ દીલ્હીને ૬૪-૪૯થી તેમજ પંજાબે ઉત્તરાખંડને ૮૩-૧૯થી હરાવ્યું હતું. રાજસ્થાને આસામને ૬૪-૩૧થી જયારે ઝારખંડની ટીમે જમ્મુ કાશ્મીરને પ૯-ર૯થી હરાવી હતી. આમ પ્રથમ દિવસે રમાયેલી રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ સાથેની બાસ્કેટ બોલ મેચને દર્શકોએ નિહાળી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.