રાજુલાના લોકો પરિવર્તનના મીજાજમાં કોંગ્રેસના અંબરીશભાઈ ડેર તરફી માહોલ

708
guj6122017-3.jpg

રાજુલા વિધાનસભા કોંગ્રેસ પક્ષે અંબરીશભાઈ ડેર તરફી માહોલ સમગ્ર પંથકના લોકો ર૦ વર્ષ બાદ પરિવર્તનના મીજાજમાં જોવા મળે છે. ૯૮ વિધાનસભા કોંગ્રેસ પક્ષે યુવાન અંબરીશભાઈ ડેર તરફી રાજુલા, જાફરાબાદ, ખાંભાની જનતા ર૦-ર૦ વર્ષે લોકો પરિવર્તનના મીજાજમાં જોવા મળી રહ્યાં છે. જેનું મુખ્ય કારણ રર વર્ષથી ભાજપ સરકાર સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં સદંતર નિષ્ફળ રહી છે તેમજ વેપારીથી ખેડૂત સુધી નોટબંધીનું ભુત જે પાછલે બારણેથી કરોડો અબજો રૂપિયાનું કાળુનાણુ હાથ આવવાને બદલે કાળુ નાણુ સફેદ કરવામાં ભાજપ સરકાર સફળ રહી છે. ઓછામાં બાકી રહેતું હોય તેમ જીએસટીનો ઘા વેપારી, આમ આદમીથી લઈ ખેડૂતોને માથે ટેક્ષ ઠોકી બેસાડ્યાથી પ્રજા ત્રાહિમામ થઈ જવા પામી છે. ભાજપના વર્તમાન ધારાસભ્યને પમી વાર ટીકીટ આપી છે તો કોંગ્રેસના સ્વચ્છ, નીડર અને પ્રમાણિકની છાપ ધરાવતા રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને આહિર સમાજમાંથી આવતા તેમજ દરેક જ્ઞાતિમાં માનભર્યુ સ્થાન મેળવનાર અંબરીશભાઈ ડેરના સમર્થનમાં લોક તરફી જુવાળ ઉભો થયો છે કેવો કે ભાજપ હાઈકમાન્ડ દ્વારા તેને હોલીકોપ્ટર ફાળવી અન્ય જિલ્લાઓમાં ભાજપના બીજા ઉમેદવારોને જીતાડવા નક્કી થયેલ પણ સાંભળવા મળેલ છે કે પોતાનો મત વિસ્તાર સામે પક્ષે અંબરીશભાઈ ડેર તરફી જતો હોય તેવો માહોલ સર્જાયો હોય માટે તે તેનો વિસ્તાર છોડી કયાય જવા માંગતા નથી તેમજ બીજી બાજુ ખેડૂતોને મોત સામે જજુમી જંગલી પ્રાણીઓ સામે રાત-દિવસના ઉજાગરા કરી પાક પકવેલના સરકાર દ્વારા પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો રોષે તેમજ વેપારીઓને જીએસટીનું ભૂત વળગી ગયેલ નથી ભારે રોષ અને ભાજપ સરકારની નીતિ-રીતિઓથી તંગ આવી ગયેલ જનતા ત્રાહિમામ પોકારી ગઈ અને હવે તો પરિવર્તન તેનો ઉપાય હોવાની વાત સાથે કોંગ્રેસના અંબરીશભાઈ ડેરને સમર્થન આપી રહ્યાં છે.

Previous articleઓખી વાવાઝોડામાં જાફરાબાદની સંપર્ક વિહોણી બનેલી બે બોટ પરત ફરતા રાહત
Next articleરાજુલા કોંગ્રેસ મહિલા પાંખના ઉપપ્રમુખ મયુરીબેન વિધિવત રીતે ભાજપમાં જોડાયા