જ્યારે જવાબદારી માથે પડે છે ત્યારે બધુ જાતે જ થઈ જાય છેઃ અમૃતા સિંહ

987

હાલમાં સારા અલી ખાનની ફિલ્મ ’સિમ્બા’ રીલિઝ થઇ છે. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ૧૫૦ કરોડની કમાણી કરી ચૂકી છે. ફિલ્મમાં સારા સાથે લીડ હીરો તરીકે રણવીર સિંહ છે. આ પહેલા સારાની ડેબ્યૂ ફિલ્મ ’કેદારનાથ’ રીલિઝ થઇ હતી. આ ફિલ્મને ક્રિટિક્સે અને દર્શકોએ એવરેજ ગણાવી હતી. ફિલ્મમાં એક્ટિંગ બાબતે સારાની માતા અમૃતા સિંહ તેની મદદ કરી રહી છે. એટલું જ નહીં અમૃતા સિંહ જ સારા માટે સ્ક્રિપ્ટની પસંદગી પણ કરે છે. સારાને ઘણી ફિલ્મો મળી રહી છે. સારાની સફળતા પાછળ તેની માતાનો હાથ છે. હાલમાં જ અમૃતા સિંહે પોતાના બાળકોના ઉછેરને મોટું નિવેદન આપ્યું છે.

અમૃતા સિંહને પૂછવામાં આવ્યું કે પિતા વિના ઈબ્રાહીમ અને સારાની દેખરેખ કેવી રીતે કરી? આ સવાલના જવાબમાં તેણે કહ્યું કે, ’જ્યારે જવાબદારી માથે પડે છે ત્યારે બધું જાતે જ થઈ જાય છે.’ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે બીજા લગ્ન કેમ ન કર્યા તો આ સવાલના જવાબમાં તે ચૂપ રહી હતી. અમૃતા સિંહને આ ઓફર મંજૂર ન હતી. અમૃતાએ સની દેઓલને ઇનકાર કરી દીધો હતો તેના કારણે આજે પણ તે અમૃતાથી નારાજગી જાહેર કરે છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleદિપિકા-રણવીર એક વર્ષ સુધી સાથે ફિલ્મ નહિ કરે