ઓસ્ટ્રેલિયાની એક કોર્ટે આપેલા ચુકાદાના કારણે ૩૦ જેટલા વર્તમાન અને ભૂતપૂર્વ ક્રિકેટરો માટે આર્થિક સંકટ સર્જાયુ છે.
સ્પોર્ટસ કંપની સ્પાર્ટન સાથે કરાર કરનારા ક્રિકેટરોમાં ધોની, તેંદુલકર, ક્રિસ ગેલ, મોર્ગન, માઈકલ ક્લાર્ક જેવા ક્રિકેટરો સામેલ છે.કંપનીમાં ભારતના વ્યવસાયી કૃણાલ શર્મા ભાગીદાર છે.આ કંપનીએ ક્રિકેટની દુનિયાના સૌથી દિગ્ગજ લોકો સાથે કરોડો રુપિયાનો કરાર કરેલો છે.
કંપનીનો લોગો બેટ પર વાપરવા બદલ કંપનીએ ધોનીને ૨૦૧૩ થી ૨૦૧૬ દરમિયાન ૨૦ કરોડ રુપિયા ચુકવ્યા હતા.સચિને તો સ્પાર્ટન કંપની સાથે મળીને સ્પોટ્ર્સ ઈક્વિપમેન્ટ બ્રાન્ડ લોન્ચ કરી હતી. આ કંપની પર ૬૦ કરોડનુ દેવુ થઈ ગયુ છે.જેના સંદર્ભમાં ઓસ્ટ્રેલિયાની કોર્ટે કંપનીને વેચીને પૈસા ભરપાઈ કરવાનો આદેશ આપ્યો છે.જો લિક્વિડેશનની પ્રક્રિયા શરુ થઈ તો ક્રિકેટરોના કરોડો રુપિયા ડુબી શકે છે.