જુનાગઢના સેવાના ભેખધારી અને સર્વજ્ઞાતિ સમાજના સ્વીકૃત ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ વિરૂધ્ધ પાસના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા તા.ર-૧ર-ર૦૧૭ના રોજ શિવમ પાર્ટી પ્લોટમાં જે જાહેરસભા યોજાયેલ. તેમાં હાર્દિક પટેલ દ્વારા મહેન્દ્રભાઈ મશરૂ વિરૂધ્ધ બેફામ વાણી વિલાસ કરેલ અને મહેન્દ્રભાઈ મશરૂએ બળદ સાથે સરખાવેલ અને જુનાગઢની અડધો અડધ જમીન તેમના નામે છે તેવા પાયા વિહોણા આક્ષેપો કરેલ છે. મહેન્દ્રભાઈ મશરૂએ સમાજ સેવા માટે લગ્ન પણ કરેલ નથી તેમજ વધુમાં વધુ સમાજ સેવા થાય તે આશયથી બ્લડ બેંક તથા અન્ય સેવાકિય સંસ્થાઓ પણ ચલાવે છે. તેઓ ધારાસભ્ય હોવા છતા ધારાસભ્ય તરીકેનો પગાર લેતા નથી તેમજ સરકાર તરફથી મળતી અન્ય સવલતોનો પણ લાભ લેતા નથી.
આ ઉપરાંત રઘુવંશી સમાજ ઉપરાંત સર્વજ્ઞાતિના સ્વીકૃત અગ્રણી પણ છે, આવા કર્મનિષ્ઠ, પ્રમાણિત તેમજ તમામ સમાજ માટે આદર્શરૂપ એવા મહેન્દ્રભાઈ મશરૂ વિરૂધ્ધ હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવેલ. પાયાવિહોણા આક્ષેપોને ગારિયાધાર રઘુવંશી સમાજે વખોડી કાઢે તથા હાર્દિક પટેલ આ આક્ષેપોને સાબીત કરે અન્યથા મહેન્દ્રભાઈ મશરૂની તથા સમસ્ત રઘુવંશી સમાજની જાહેરમાં માફી માંગે તેવી માંગણી સાથે ગારિયાધાર મામલતદારને આવેદનપત્ર આપેલ અન્યથા રઘુવંશી સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપેલ.