કોંગ્રેસે પહેલા CBI સામે રજૂ કર્યા, હેવ ભાજપે રંગ બતાવ્યો : અખિલેશ યાદવ

1179

સમાજવાદી પાર્ટી (સપા) અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે તેમના કાર્યકાળમાં થયેલા ગેરકાયદે માઇનિંગ મામલે સીબીઆઇની કાર્યવાહીને લઇ રવિવારે કહ્યું કે તેઓ સીબીઆઇને જવાબ આપવા તૈયાર છે. પરંતુ ભાજપ આ યાદ રાખે કે તેઓ જે સંસ્કૃતિને છોડી જઇ રહ્યાં છે. કાલે તેમને પણ તેનો સામનો કરવા પડશે. અખિલેશ યાદવે પત્રકારો સાથે વાતચીતમાં પોતાના પર સીબીઆઇની પૂછપરછની શક્યતા અંગેના પ્રશ્નનો સવાલ પર કહ્યું કે, વધારેમાં વધારે લોકસભા બેઠકો જીતવાના સપાનો પ્રયત્ન છે. જે અમને રોકવા માંગ છે તેમની પાસે સીબીઆઇ છે. એકવાર કોંગ્રેસે સીબીઆઇ તપાસ કરાવી હતી ત્યારે પણ પુછપરછ થઇ હતી. જો ભાજપ પણ આવું કરાવી રહી છે અને સીબીઆઇ પુછપરછ કરશે તો અમે જવાબો આપીશું. પરંતુ જનતા ભાજપને જવાબ આપવા માટે તૈયાર છે.

તેમણે કહ્યું, ’સીબીઆઇ શા માટે બધાને ત્યાં દરોડા પાડે છે. જે પૂછવું હોય તે અમને પછી લો, પરંતુ ભાજપના લોક આ યાદ રાખે કે જે સંસ્કૃતિ તેઓ છોડીને જઇ રહ્યાં છે, તેનો કાલે તેમણે પણ સામનો કરવો પડશે.

અખિલેશે જણાવ્યું હતું કે હવે ગઠબંધનમાં આપણે કેટલી બેઠકો ફાળવી છે તે સીબીઆઇને જણાવવાનું રહેશે. મને ખુશી છે કે આ વાતની કે ભાજપે પણ તેમનો રંગ દેખાડી દીધો છે. પહેલા કોંગ્રેસે અમને સીબીઆઇ સામે રજૂ કર્યા હતા અને હવે ભાજપ આ તક આપી રહ્યું છે.

Previous articleસબરીમાલા ગુંચ વચ્ચે હજુ સુધી ૧૦ મહિલાની એન્ટ્રી
Next articleએરપોર્ટની જેમ સ્ટેશન પર ૨૦ મિનિટો પૂર્વે જવું પડશે