જાપાનમાં એક ’સુશી’ વેપારીએ જાયન્ટ ટુના માછલી ખરીદવા માટે લગભગ ૨૨ કરોડ ૫૫ લાખ રૂપિયા ખર્ચ કર્યાં. જાપાનના કિયોશી કિમુરાએ ૨૭૮ કિલોગ્રામની બ્લ્યુફિન ટુના ફિશને ખરીદી છે. અત્રે જણાવવાનું કે આ માછલી વિલુપ્ત પ્રજાતિની છે. જેને વર્ષના પહેલા પ્રી ડોન ઓક્શનમાં રખાઈ હતી. જાપાનમાં આ માછલીને મોટી રકમમાં ખરીદવા માટે એટલા લોકો હાજર હતાં કે આ બોલી ૨૧ કરોડથી ઉપર પહોંચી ગઈ હતી. ત્યારબાદ કિયોશીએ ફાઈનલ બોલી લગાવીને આ માછલી ખરીદી હતી. અત્રે જણાવવાનું કે કિયોશી આ અગાઉ પણ ૨૦૧૩માં આ પ્રજાતિની માછળીને ૧૫૫ મિલિયનમાં ખરીદી ચૂક્યા છે. ત્યારબાદ પોતાનો જ રેકોર્ડ તોડતા કિયોશીએ ૩૩૩.૬ મિલિયનમાં આ માછલી ખરીદી. અત્રે જણાવવાનું કે સુશી કંપનીના માલિક કિયોશી કિમુર જાપાનમાં ટુના કિંગના નામે ઓળખાય છે. કારણ કે સર્વોત્તમ માછલીઓ માટે તેઓ મોટી કિંમત ચૂકવવા હંમેશા તૈયાર રહે છે. વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફંડ મુજબ બ્લ્યુ ફિન ટુના એક લુપ્ત પ્રજાતિની માછલી છે. જેના કારણે તે આ વખતે આટલા ઊંચા ભાવે વેચાઈ.