ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસાના પ્રવાસે છે. જ્યાં તેમણે દમણ, દીવ અને દાદરા નગર હવેલીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત લીધી હતી. આ ઉપરાંત સેલવાસમાં જાહેરસભાને પણ સંબોધી હતી. અમિત શાહે કોંગ્રેસ અને સોનિયા ગાંધી ઉપર આકરાં પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ૨૦૨૦ સુધીમાં દેશનો એક પણ જિલ્લો એવો નહીં હોય જ્યાં ભાજપનું કાર્યાલય નહીં હોય. ૨૦૨૦ સુધીમાં દેશના તમામ જિલ્લામાં ભાજપની હાજરી રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી ને ૨૦૧૯ માં ફરી એક વખત પીએમ બનાવવાનો સંકલ્પ લઇ ને દરેક કાર્યકર્તા જાય. ભાજપના જીતનો આધાર કોઈ નેતા નથી હોતો પણ બુથ લેવલના કાર્યકર્તાઓની મહેનત હોય છે. બુથ લેવલના કાર્યકર્તાઓની અમારી જીતનો આધાર હોય છે.
તેમણે મહિલાઓની સુરક્ષા અંગે જણાવ્યું હતું કે, ૧૦ વર્ષ સુધી સોનિયા મનમોહનની સરકાર ચાલી દેશ ની સીમાઓ મહિલાઓ સુરક્ષિત ન હતી. ૧૨ લાખ કરોડના ગોટાળા કર્યા હતા. જેને કારણે વિશ્વમાં દેશની છબી ખરડાઈ હતી. જ્યારે ભાજપ સરકારે પાંચ વર્ષમાં દરેક ક્ષેત્રમાં વિકાસ કર્યા છે.
દેશમાં કરોડો પરિવાર એવા હતા જ્યાં ધુમાડાવાળો ચૂલો જ હતો. એમને ગેસના ચૂલા આપ્યા. ૮ કરોડ ગરીબોના ઘર માં શૌચાલય અધિક રોડ ગરીબ પરિવારોને ઘર આપવાનું કામ ભાજપની સરકારે કર્યું હતું.
અમિત શાહે રાહુલ ગાંધી ઉપર વાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખેડૂત ખેડૂત કરી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી આપની સરકાર હતી અત્યાર સુધી આપે શું કર્યું ? કોંગ્રેસ ક્યારેય ગરીબ લોકોની ચિંતા કરી નથી.
દમણ અને દાદરા નગર હવેલીમાં ૫ હજાર કરોડના વિકાસના કામ કર્યા છે. હવે રાહુલ બાબા હિસાબ માંગે છે. તમારી ચાર પેઢીઓએ દેશ ઉપર રાજ કર્યું છે. તેનો હિસાબ લઇ દાદરા નગર હવેલી અને દમણમાં આવી જજો આપણા બેબે હાથ થઇ જાય. ૧૨૯ યોજનાઓનો હિસાબ લિને આપની વચ્ચે આવ્યો છું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આટલી યોજના છતાં મોદીને સંતોષ નથી. હજુ પણ રોજ ગરીબ લોકો માટે કઈ કરવાનું વિચારતા રહ્યા છે. મોદીને ગરીબના ઘરનું દર્દ ખબર છે. સોનિયા મનમોહનની સરકાર વખતે મૌની બાબા કઈ બોલતા ન્હોતા. પાકિસ્તાનથી આલિયા માલિયા જમાલિય ઘૂસીને બોંબ બ્લાસ્ટ કરતા હતા. એકજ સર્જીકલ સ્ત્રાઈક કરી અને દુનિયાનો દેશને જોવાનો નજરીઓ મોદીએ બદલી નાખ્યો છે. આજે કોઈ જવાનને દિલ્હીથી પરમિશન લેવાની જરૂર નથી. પાકિસ્તાનથી ગોળી આવે તો જવાબ ગોળાઓ આપવા છૂટ છે.