પેથાપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સક્રિય ગેમ્બલરને પાસા હેઠળ ધકેલી દેવાયો છે. જિલ્લા પોલીસ અધિક્ષક ચાવડાએ જિલ્લાના અસામાજિક તત્વો સામે પાસાની દરખાસ્ત કરવા એલ.સી.બી.ને સૂચના આપી હતી. એલ.સી.બી પી.આઈ તરલ ભટ્ટની સૂચનાથી હેડ કોન્સ્ટેબલ વિરભદ્રસિંહે પેથાપુરના કસ્બા વિસ્તારમાં રહેતા લીસ્ટેડ ગેમ્બલર મુસ્તુફા ઉર્ફે અહેમદ પઠાણ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટલાંગા તરફ દરખાસ્ત મોકલી આપી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે આ ગેમ્બલર સામેના પાસા અટકાયતી હુકમ ઈસ્યુ કરતા એલસીબીની ટીમે પાસા અટકાયતી હુકમોની બજવણી કરી હતી અને આરોપી મુસ્તુફાને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી દીધો હતા.