અરવલ્લીમાં LRD પરીક્ષા આપવા જતાં ઉમેદવારનું મોત

607

રાજ્યમાં લોક રક્ષક દળની પરિક્ષા ચાલી રહી છે. પરિક્ષાર્થીઓ પરિક્ષા આપવા માટે જીવના જોખમે પણ પરિવહન કરી રહ્યા છે. જોકે આ દરમિયાન એક ગમગીન સમાચાર સાબરકાંઠાથી આવી રહ્યા છે. ન્ઇડ્ઢની પરીક્ષા આપવા જતાં એક ઉમેદવારનું પરીક્ષા આપે તે પહેલાં જ મોત થયું છે. આ દુઃખદ બનાવ અરવલ્લી જિલ્લાના બાયડના સરસોલી ખાતે બન્યો હતો. અહીં એક પરીક્ષાર્થીનું બાઇક ઝાડ સાથે અથડાતા તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. આ પરિક્ષાર્થી માલપુરના મગોડી થી કપડવંજ સેન્ટર પર પરીક્ષા આપવા જતો હતો. રવિવારે યોજાયેલી લોક રક્ષક દળની પરીક્ષા માટે માલપુરના મગોડી ગામનો વિપુલ ખાંટ નામનો યુવક બાઇક પર સવાર થઈને કપડવંજ જઈ રહ્યો હતો. આ દરમિયાન બાયડના સરસોલી ગામ ખાતે તેનું બાઇક ઝાડ સાથે અથડાયું હતું. જ્યાં ઘટનાસ્થળે જ તેનું કરૂણ મોત નિપજ્યું છે.

વિપુલ ખાંટનું બાઇક ઝાડ સાથે અથડાયા બાદ વિપુલના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદમાં તેનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લામાં એલઆરડીની પરીક્ષા માટે કોઈ જ કેન્દ્ર ફાળવવામાં આવ્યું નથી.

Previous articleવાવોલથી મોબાઈલ ચોરનાર રીક્ષા ચાલક ઝડપાઈ ગયો
Next articleકલોલમાં સ્વામિ. વિશ્વમંગલ ગુરૂકુળનો રજત જયંતિ સમારોહ સંપન્ન