પરીક્ષાર્થીઓને લઈ જતી ST બસનો ડ્રાઇવર પીધેલી હાલતમાં ઝડપાયો

585

મોડાસાથી ગાંધીનગર જતી એસટી બસના ડ્રાઈવર લાલસિંહ જાડેજા નામના ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી છે. દારૂના નશામાં જી્‌ બસ ચલાવતો હોવાના કારણે પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ બસ મોડાસાથી ગાંધીનગર જઈ રહી હતી.

આ બસમાં૫૦ જેટલા લોકરક્ષક દળની પરીક્ષાના વિદ્યાર્થીઓ સવાર હતા. આ ડ્રાઈવરને ઝડપીને મોડાસા ડેપો મેનેજરે પોલીસને સોંપ્યો હતો. દારૂ પીધું હોવાનું ડ્રાઈવરે કબુલ્યુ હતું. ડ્રાઇવરે કહ્યું હતું કે, ’હા થોડો પીધો  છે’ આ મામલે ધનસુરા પાસે પરિક્ષાના ઉમેદવારોએ હબાળો પણ કર્યો હતો. જેની જાણ એસટીના ડ્ઢઝ્રને કરાઈ હતી. જો કે, આ મામલે પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ન્ઇડ્ઢની પરીક્ષા આપવા માટે મોડાસાથી ગાંધીનગર જતાં ૫૦ થી વધુ ઉમેદવારો આજરોજ સવારે મોડાસા-ગાંધીનગરની જી્‌ બસમાં સવાર થયાં હતા. જો કે, એસટી બસના ચાલક નશાની હાલતમાં હોવાનું માલુમ પડતા પરીક્ષાર્થીઓએ બસને અટકાવીને ડ્રાઈવરને પોલીસને હવાલે કર્યો હતો.

Previous articleકલોલમાં સ્વામિ. વિશ્વમંગલ ગુરૂકુળનો રજત જયંતિ સમારોહ સંપન્ન
Next articleઋષિવંશી સમાજ દ્વારા શ્વાન માટે ૧૦ મણ લાડુ બનાવ્યા