રવિવારે વહેલી સવારે ટ્રકચાલકે ૨ પદયાત્રીઓને હડફેટે લેતા બે યુવાનના મોત થયાની કરૂણ ઘટના બની છે. બે યુવાનો રાજકોટથી ચોટીલા તરફ જતા હતા ત્યારે ટેન્કરે ટક્કર મારી હતી. આ જ સયમે વધુ બે કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે કાર સામ સામે અથડાઇ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજકોટ રોડ ઉપર ઉપર ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રીપલ અકસ્માતના પગલે મોરબી રાજકોટ હાઇવે રક્ત રંજીત થયો હતો. આ ઉપરાંત ચોટીલા-રાજકોટ નેશનલ હાઇવે ઉપર બામણબોર પાસે બે પદયાત્રીઓને ટ્રક ડ્રાઇવરે હડફેટે લેતાં બંને પદયાત્રીઓના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. રાજકોટના પદયાત્રીઓ ચોટીલા ચાલીને જઈ રહ્યા હતા આ દરમિયાન ટ્રક ચાલકે તેમને અડફેટે લીધા હતા. ટ્રકે અડફેટે લેતા બંને યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતાં. જોકે, ટ્રક ચાલક ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. અકસ્માત બાદ રોડ પર સ્થાનિક લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતાં.