LRD પરીક્ષામાં ૫૨૫ સેન્ટરોમાં જૂની હાજરી શીટનો કરાયો ઉપયોગ, વિકાસ સહાયે કરી કબૂલાત

703

આજે રાજ્યભરમાં લેવાયેલી એલઆરડી પરીક્ષામાં ૮.૭૬ લાખ ઉમેવારોને કોલ લેટર ઇસ્યુ કરાયા હતા. જેમાંથી સાડા સાત લાખની આસપાસ ઉમેવારોએ પરીક્ષા આપી. આ બાબતને લઈને ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે, પેપર લીક બાદ છેલ્લા અનેક સમયથી પોલીસ, એસટી અને શિક્ષણ વિભાગએ મહેનત કરી હતી.પોલીસ બંદોબસ્તની વાત હોય કે, સ્ટ્રોંગ રૂમની સિક્યોરિટી કે પરીક્ષા સેન્ટરની જવાબદારી બધું જ પરફેકટ રહ્યું છે. એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજરની મદદથી સમગ્ર આયોજન કરાયું હતું. જેમાં કોઈ પણ આકસ્મિક ઘટના બને તો શું કરવું તે પણ તૈયારી હોવાનું વિકાસ સહાયએ જણાવ્યું હતું. તો સાથે દરેક ઉમેદવારોને પણ જૂની ઘટના ભૂલીને મહેનત કરી પરીક્ષા આપવા બદલ અભિનંદન ભરતી બોર્ડ તરફથી અભિનંદન આપવામાં આવ્યા હતા.પેપર બદલ પણ હકારાત્મક વલણ જોવા મળ્યું હોવાનું પણ વિકાસ સહાયે જણાવ્યું હતું. બીજી તરફ પેપર અઘરું હોવાની વાત અંગે વિકાસ સહાયએ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. અને અમુક જગ્યાએ જૂની હાજરી શીટ અપાઈ હોવાનું સ્વીકાર્યુ અને કહ્યું કે, તેમાં કોઈ છબરડા નહોતા પણ તે ૫૨૫ જેટલા સેન્ટરમાં અગાઉની જૂની શીટ વપરાઈ ન હોવાથી વપરાશમાં લેવાઈ હોવાનું કહ્યું હતું. એકાદ બે જગ્યાએ મોબાઈલ સાથે ઉમેદવારો સ્થળ પરથી પકડાયા હોવાનું પણ સામે આવ્યું હતું.

Previous articleઅમદાવાદમાં બનશે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, સવા લાખ લોકો નિહાળી શકશે મેચ
Next articleલોકરક્ષક દળની ૯ હજાર ૭૧૩ જગ્યા માટે આઠ લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી