ઓખી વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર દ્વારા અલંગ શિપબ્રેકીંગ યાર્ડમાં પણ સલામતીના આગોતરા પગલા ભર્યા છે અને તા.૬-૭ બે દિવસ શિપબ્રેકિંગનું કામ બંધ કરાવ્યું છે. દરિયાકાંઠા પર રહેતા લોકોને પણ સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. એ જ રીતે ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ પણ તા.પ-૬ દરમ્યાન બંધ રાખવા સાથે વેસલને દહેજ જેટી પર સલામત રીતે લાંગરી દેવામાં આવ્યું છે. સાથોસાથ સાગર તટરક્ષક દળના જવાનો દ્વારા તળાજા-મહુવા પંથકના દરિયાકાંઠે વસેલા ગામમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે.