ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે વિધાર્થીનીઓ માટે વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમા, આણંદ આર્ટસ કોલેજ- સરદાર પટેલ યુની,ના ડો, ગુણવંત વ્યારે ગુજરાતી ભાષા સાહિત્યનો ઈતિહાસ ઉપર વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં, તેમને હાલના સમયમાં વિધાર્થી જીવનમાં ભાષનું મહત્વ કેટલું છે તેમજ ભવિષ્યમાં જીવનના દરેક ક્ષેત્રમાં ગુજરાતી ભાષા કઈ રીતે કામમાં આવશે તેમણે જણાવ્યુ હતુ કે, ભાષાની બે ખાણો છે એક પસ્તકો અને બીજી લોકોની વાણી, ભાષા કયારેય મરતી નથી. ભાષા એટલે વિચારોનો પહેરવેશ.
તેમને વધુમાં જણાવ્યુ હતુ કે, વિધાર્થીએ જીવનમાં કયારેય પોતાની માતૃભાષા ને ભુલવી ન જોઇઓ. હાલના સમયમાં દરેક ક્ષેત્રમાં ગુૂજરાતીનું પિરભુત્વ રહેલુ છે. વ્યકિતના ુ વિકાસનું ઘડતર તેની માતૃભાષાથી થાય છે. જો તમે ધ્યાન ન રાખો તો આજના સમયમાં તમારી પાસે એજયુકેશનની સાથે દરેક ગુજરાતીએ તેની માતૃભાષા તરીકે ગુજરાતીને સ્વીકરાવી જોઈએ. ભાષાની સમૃધ્ધિ એ સ્વતંત્રતાનું બીજ છે. તેઓએ. વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતી ભાષા અને સાહિત્ય નું કદ એટલુ બધુ વિશાળ છે કે, એનો ઈતિહાસ દેશના અને દુનિયાના ઈતિાહાસમાં પણ ગુજરતીઓનું અને ગુજરાતી ભાષાનુ પ્રભુત્વ રહેલુ છે. વિધાર્થી તેના જીવનમાં સમયસર ભાષાનો વિકાસ નહીં કરી શકે તો ભવિષ્યમાં સમાજમા તેનુ સ્થાન કયાં હોય છે તેની વિસ્તૃત માહિતી આપી હતી.