દામનગર શહેરના ઢસા રોડ પર આવેલ સરદાર નંદીશાળામાં અબોલ જીવોની સેવા શ્રુશુતાથી પ્રભાવિત લાઠી તાલુકા પંચાયત પ્રમુખ લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઇસામલિયા, રફીકભાઈ હુનાણી સહિતના અગ્રણીઓની પ્રેરણાએ આજે લાઠી બાબરા દામનગર વિસ્તારના ધારાસભ્યના પ્રવાસ દરમ્યાન સ્થાનિક અગ્રણીઓ દ્વારા પરમાર્થની સુંદર પ્રવૃત્તિ નિહાળવાના આમંત્રણથી પધારેલ વિરજીભાઈ ઠુંમર દ્વારા સરદાર નંદીશાળાને એક લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી દુષ્કાળમાં રાહત રૂપ બન્યા લાઠી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા બિન વારસી અબોલ જીવોની સેવાની વિસ્તૃત માહિતીથી વાકેફ કરાતા ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ સ્થળ વિઝીટ કરી અબોલ જીવોની નિરણ સહિતની વ્યવસ્થા માટે એક લાખ રૂપિયાની ગ્રાન્ટ સ્થળ પત્ર લખી ફાળવી હતી.