અલ્ટ્રટેક સિમેન્ટ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી જાફરાબાદ પોલીસ

730

નાયબ પોલીસ અધિક્ષક કે.જે ચૌધરીના માર્ગદર્શન મુજબ જાફરાબાદ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.ચનુરા તથા જાફરાબાદ પોલીસ સ્ટાફે અલ્ટાટ્રેક સિમેન્ટ કંપનીમાં થયેલ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડેલ છે.

બનાવની વિગત એવી છે કે વાંઢ ગામની સર્વે નં- ૨૫૦ વાળી જમીનમાં આવેલ ઓટોમેટી વે-બ્રિજની ઓફીસનુ તાળુ તોડી તેમાં રાખેલ ડેલ કંપનીનુ કોમ્પ્યુટર સીપીયુ, કી-બોર્ડ, માઉસ, કિં.રૂ-૩૫,૦૦૦/- તથા ઓફીસમાં રાખેલ ટાવરની મોટી પાંચ લાઇટો જે એક લાઇટની કિ.રૂ- ૧૧,૦૦૦/- ની તે સીગ્માં સર્ચ લાઇટ લીમેટેડ કંપનીની પાંચ લાઇટો કિં.રૂ-૫૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ-૯૦,૦૦૦/- ની કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરીને લઇ ગયેલ હોય જે અંગે જાફરાબાદ પો.સ્ટે.માં ગુન્હો નોંધાયો હતો.  આ અગે જાફરાબાદ પોલીસે ચોરીના આરોપી પરેશભાઈ પાંચાભાઈ સાંખટ, શૈલેષભાઈ સોમાભાઈ ચુડાસમા, પ્રવિણભાઈ હાદાભાઈ શિયાળને મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.  જાફરાબાદ પોલીસને અલ્ટાટ્રેક સિમેન્ટ કંપનીમાં થયેલ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.ચનુરા, પો.સબ. ઇન્સ. કે.જે. વાળા, હેડ.કોન્સ.આઇ.એલ.ગોહીલ, પી.ડી.કલસરીયા, વી.વી.ડાભી, અજયભાઇ વાઘેલા,  ભુપતભાઇ, પ્રવિણભાઇ વિગેરે જોડાયેલ હતાં.

Previous articleદામનગર નંદીશાળાને વિરજીભાઈ ઠુંમરે એક લાખની ગ્રાંટ ફાળવી
Next articleજાફરાબાદમાં વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો