નોર્થ ઇસ્ટ દિશાથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે દરિયાની સપાટી ઠંડી બની જતા મંગળવારે રાત્રે 10 પછી સુરત તરફ આવતાં ઓખી વાવાઝોડું નબળું પડી જતા હાશકારો થયો છે. આ પહેલા 88 કિલોમીટર પ્રતિ કલાકની પવનની મહત્તમ ઝડપ સાથે આગળ વધતું ઓખી સાયક્લોનિક સ્ટોર્મ (વાવાઝોડું ) નબળું પડીને મંગળવારે દરિયામાં 62 કિલોમીટરની ઝડપ ધરાવતા ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ ગયું. સુરત નજીક આવતા તે 50 કિલોમીટરની ઝડપ ધરાવતા સામાન્ય ડિપ્રેશનમાં બદલાઇ ગયું હતું. એક રીતે કહી શકાય કે, સુરત પરની ઘાત મંગળવારે ટળી ગઇ હતી. જોકે, એક બે દિવસ ઠંડક સાથે વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.
રાતે 12 કલાકે ઓખી વાવાઝોડું સુરતથી લગભગ 100 કિમી દૂર દરિયામાં હતું. સુરતમાં ઓખી ત્રાટકે એ પહેલા મંગળવારે વહેલી સવારથી જ મહત્તમ તાપમાન અધધ 8 ડિગ્રી ગગડીને 19.4 ડિગ્રીએ અને લઘુત્તમ 18.4 પર પહોંચી પહોંચી જતાં વરસાદી માહોલ સાથે શહેર ઠંડુગાર બની ગયું હતું. શહેરમાં 7 એમએમ જેટલો વરસાદ નોંધાયો હતો.નોર્થ ઇસ્ટથી 10 કિલોમીટરની ઝડપે ઠંડા પવનો પણ ફૂંકાતા હતા.ભેજનું પ્રમાણ વધીને 96 ટકા થઇ ગયું હતું. લોકોએ રેઇન કોટ સાથે ગરમ કપડા પણ પહેરવાની ફરજ પડી હતી.આવા હવામાનની અસર ઓખીના ફંટાવાનું કારણ બની હતી. મંગળવારે રાતે 12 કલાકે ઓખી વાવાઝોડું સુરતથી લગભગ 100 કિ.મી દૂર દરિયામાં હતું.
ઓખી વાવાઝોડાની રેન્જ 400થી 500 કિલોમીટર છે એટલે તેની અસર જમીન પર થાય છે. મંગળવારે સાંજ સુધી સાઇકલોન ડીપ ડિપ્રેશન (પવનની ગતિ 51થી 62 કિમી)માં ફેરવાયું. તે મોડીરાત્રે સુરત નજીક આવતું હતું ત્યારે સામાન્ય ડિપ્રેશન (પવનની ગતિ 31થી50)માં ફેરવાઇ ગયું. જોકે, આગામી બે દિવસ હવામાં ઠંડક રહેશે અને વરસાદી ઝાપટા પડવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.
સવારે તે મહત્તમ 88 કિમીની ઝડપ સાથે -સાયક્લોનિક સ્ટોર્મ હતું. સાંજ સુધીમાં તે મહત્તમ 62 કિમીની ઝડપના -ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું, રાત્રે તે મહત્તમ 50 કિમીની ઝડપના ડિપ્રેશનમાં ફેરવાઇ ગયું, સુપર સાઇકલોનિક સ્ટોર્મ: 221 km/h, એકસ્ટ્રીમની સાઈક્લોનિક સ્ટોર્મ: 160-220 km/h, વેરી સિવિયર સાઈક્લોનિક સ્ટોર્મ: 118-165 km/h, સિવિયર સાઇક્લોનિક સ્ટોર્મ: 89-117 km/h, સાઈક્લોનિક સ્ટોર્મ: 63-88 km/h, ડીપ ડિપ્રેશન: 51-62, km/h, ડિપ્રેશન: 31-50 km/h, દરિયા અને જમીન પર ઓછું તાપમાન, દરિયાની સપાટી ઉપર ઠંડી, નોર્થ-ઇસ્ટથી ફૂંકાતા ઠંડા પવનો, ઓખી દરિયામાં નબળું પડી ગયું છે. પવનની ઝડપ 40 કિલોમીટરની છે. સુરત પર તેની કોઇ અસર થવાની નથી.