ભાવનગરની પીએનઆર સોસાયટી અને સંલગ્નિત સંસ્થાઓ દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનો નટરાજ કોલેજના પટાંગણમાં યોજાયો હતો. જેમાં સંસ્થાઓમાં નવા પ્રોજેકટના ઉદ્દઘાટન, અભિવાદન અને સાધન સહાય સહિત કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.
સંસ્થાના પ્રમુખ શશીભાઈ વાધર દ્વારા શાબ્દિક સ્વાગત બાદ પધારેલા દાતાશ્રીઓને પુષ્પગુચ્છથી અભિવાદન કરવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરીને ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં અનંતભાઈ કે. શાહ, સંજયભાઈ મહેતા, પ્રફુલભાઈ શાહ, ડો. નરેશભાઈ વેદ, પ્રતાપભાઈ ટી. શાહ, ગીરીશભાઈ શાહ તથા સંસ્થાના ટ્રસ્ટીગણ, દિવ્યાંગ લાભાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહેલ.