શહેરનાં ગઢેચી વડલા આરટીઓથી જ્વેલસ સર્કલ તરફ જવાના રસ્તે પુરપાટ ઝડપે જઈ રહેલાટ્રકે બાઈક બાઈક ચાલક યુવાનને અડફેટે લેતા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજતા બનાવ સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
શહેરના આરટીઓ નજીક જ્વેલ્સ રોડ પર જવાના રસ્તે રાત્રીના સમયે પસાર થઈ રહેલ એકસસ નં. જીજે ૧૦ બીએસ ૨૩૪૯ ના ચાલકને પાછળથી આવી રહેલા ટ્રક નં.ટીએન ૫૨ બી ૮૧૩૬એ અડફેટે લેતા યુવાન પટકાયો હતો અને ટ્રકના વીલમાં આવી જતા ઘટનાસ્થળે જ તેનું મોત નિપજવા પામેલ. બનાવ બનતા ટ્રક ચાલક ટ્રક મુકીને નાસી છુટ્યો હતો. જ્યારે લોકોના ટોળે ટોળા આરટીઓ રોડ પર એકઠા થયા હતા. અને ટ્રાફીક જામ થવા પામ્યો હતો આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે હોસ્પીટલ ખસેડી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવાનના ખીસ્સામાંથી કોઈ આઈ ડી પ્રુફ મળી આવ્યુ ન હતું. ત્યારે પોલીસે મૃતક યુવાન કોણ છે તેની તપાસ હાથ ધરવા સાથે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.