મેષ (અ.લ.ઈ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો યથાવત વિચારોમાં અસ્થીરતા આપે છે. રાહુ ગુરૂ અને મંગળગ્રહનો અશુભ બંધન યોગ આર્થિક માનસીક અને શારીરીક ત્રણેય રીતે સાચવવાનું સુચવે છે. માટે આત્મવિશઅવાસ મા વૃધ્ધી કરવી અને જિદ્દી સ્વભાવનો ત્યાગ કરશો તો જ સફળતા મળી શકશે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી પરિસ્થિતી જળવાઈ રહેશે કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી ચિંતાનું આવરણ મળી શકે છે. સંતાનોના પ્રશ્નોમાં સંપૂર્ણ વર્ષ મહત્વના નિર્ણયોમાં ધ્યાન રાખવુ જરૂરી બનશે. આપના માટે બુધવારના વ્રત અને રાહુગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
વૃષભ (બ.વ.ઉ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનો ભ્રમણ હજુ આ સપ્તાહમાં પણ શની સૂર્ય અને બુધગ્રહનો બંધનયોગ યથાવત સમયનું નિર્માણ કરે છે માટેવધુ પડતો આત્મવિશવાસ અને અપેક્ષા નિરાશાનું કારણ બની શકે છે. તેમ છતાં લાભસ્થાનની પ્રબળતા કાર્ય સફળતાના યોગ આપે છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલો સાથે સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી સહકાર મળશે. કાયદાકીય રીતે સહિ સિક્કામાં ધ્યાન રાખવુ મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ મળશં સંતાન સંબંધી કાર્યોમાં પ્રગતી મળશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
મિથુન (ક.છ.ઘ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો સમય સંજોગો નો સદઉપયોગ કરવા સુચવે છે. આ સપ્તાહ મા મહત્વના કાર્યો પૂર્ણ કરવા જરૂરી છે. ભવિષ્યમાં જ સુર્ય ગ્રહનો અશુભ બંધનયોગ એક માસ માટે નિરાશા અને નિશ્ફળતા આપી શકે છે. તેથી સમયનો સદઉપયોગ કરી લેશો. મિલ્કત અને વિલવારસાના કાર્યોથી નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડીલોની સલાહથી લાભ રહેશે. વીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવુાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. સંતાનોના કાર્યોમાં નિર્ણયો લેવા મા અન્યની સલાહ લાભદાયી રહેશે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
કર્ક (ડ.હ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોનો આર્શીવાદ મળે છે ગમે તેવા રોગ શત્રુ સામે વિજય મળી શકે છે. માત્ર કાલ્પનિક વિચારોનો ત્યાગ અને કાર્યક્ષમતામા વૃધ્ધી કરવી જરૂરી છે. નવા કાર્યો આયોજન માટે પણ શુભ સમય છે. વિદેશથી લાભ મળશે. મિલ્કત અને વિલવારસાના કાર્યોથી નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડીલોની સલાહથી લાભ રહેશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી આજે જાહેર જીવનથી લાભ રહેશે. કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. સંતાનોના કાર્યોમાં નિર્ણયો લેવામા અન્યની સલાહ લાભદાયી રહેશે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રગતીકારક સમય રહેશે.
સિંહ (મ.ટ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો ભ્રમણ જન્મ ચંદ્રથી ગુરૂ શુક્ર મંગળ ગ્રહના બંધનયોગથી અને સુર્ય ગ્રહની નિર્બળતા આર્થિક માનસિક અને શારિરીક ત્રણેય રીતે સાચવવાનું સુચવે છે. તેથી વધુ પડતો આત્મ વિશ્વાસ અને અપેક્ષા નિરાશા અને નિશ્ફળતાનું કારણ બની શકે છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. સાચવવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા રહેશે આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કાયદાકીય રીતે સાવચેત રહેવું મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી મળી શકે છે. સંતાનોના કાર્યોમા સાવધાની રાખવી જરૂરી છે. આપના માટે બુધવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
કન્યા (પ.ઠ.ણ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનીગ્રહની પનોતી અને સુર્યગ્રહનો બંધનયોગ યથાવત વાસ્તવિક પરિસ્થિતીનો સ્વીકાર કરવાનું સુચવે છે. મોટા અને ખોટા પ્રલોભોનોથી દુર રહેવું જરૂરી છે. મહત્વના નિર્ણય સ્વહસ્તે કરવા જરૂરી છે. પરાવલંબી ન બનવું. મિલ્કત અને વીલવારસાના કાર્યોમાં ઉતાવળા સાહસો ન કરવા પત્ની ભાગીદારો અને વડીલોની સલાહથી લાભ રહેશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનમા પ્રગતી મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મીક કાર્યોથી આનંદ રહેશે. કાયદાકીય રીતે અને મોસાળ પક્ષથી સહકાર રહેશે સંતાનોના પ્રશ્નોથી ચિંતા મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
તુલા (ર.ત.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ યતાવત કાર્યસફળતાના યોગ આપે છે કપરા કાર્યો પણ સરળ બનાવી શકશો નવા કાર્યોની શરૂઆત પણ શુભ મળશે માત્ર મોજશોખ અને આળસવૃત્તીમાં સમય શક્તિનો દુરપયોગ ન કરવો જરૂરી છે. નહીતો ભવિષ્યમાં જ ંબધનયોગ મળી શકે છે. મિલ્કત અને વિલવારસાથી શુભફળ મળશે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે ભાઈ બહેનો જીવનથી લાભ રહેશે કાયદાકીય બાબતો અને મોસાળપક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. સંતાનોના કાર્યોમા પ્રગતી મળશે. આપના માટે શુક્રવારેના વ્રત અને લક્ષ્મીજીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
વૃશ્ચિક (ન.ય)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ગ્રહોનો વરતારો શનીગ્રહની પનોતીના અંતિમ તબક્કામાં પણ કાર્ય સફળતાના યોગ મળે છે નવા કાર્યોની શરૂઆત પણ શુભ મળશે માત્ર જીદ્દી સ્વભાવનો ત્યાગ અને વાણી વર્તનમાં નમ્રતા કેળવવી જરૂરી છે. એકાગ્રતા કેળવવાથી રાહત રહેશે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે ફળ આપશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ચ ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કાયદાકીય રીતે અને મોસાળપક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. સંતાનોની પ્રગતી જોઈ શકશો. આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.
ધન (ભ.ફ.ધ.ઢ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોો વરતારો અગની પરિક્ષા કરી શકે છે. જન્મના ગ્રહોના આર્શીવાદ હશે તો જ કાર્ય સફળતા મળી શકે છે. ગ્રહોની ચાલતો જ પરિસ્થિતી છે તે સાચવવામાં જ સફળતા સમજવાનો આદેશ આપે છે. તેથી ઉતાવળા સાહસ ન કરવા ધીરજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. સંતાનોના કાર્યોમાં ઉતાવળા નિર્ણયો ચિંતા આપી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને વિષ્ણુ સહસ્ત્રના હજાર નામ જપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતીકુળ સમય મળી શકે છે.
મકર (ખ.જ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ વરતારો હજુ આ સપ્તાહમા પણ વધુ પડતો આત્મવિશ્વાસ અને અપેક્ષાનો ત્યાગ કરવાનું સુચવે છે. શનિ ગ્રહની પનોતી અને સૂર્ય બંધનયોગ ના ધારેલી સમસ્યાઓ આપી શકે છે. તેથી વિચારો આને વર્તનમાં સાત્વીકતા લાવવી જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. સંતાનોેની પ્રગતી જાઈ શકશો. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે. કાયદાકીય બાબતોમાં વિજય થશે મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
કુંભ (ગ.શ.સ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ કર્મસ્થાન અને લાભસ્થાનની પ્રબળતા આર્થીક માનસીક અને શારિરીક ત્રણેય રીતે કાર્ય સફળતાના યોગ આપે છે. માત્ર આ સપ્તાહમા મહત્વના નિર્ણયો કરવા જરૂરી છે નહીતો ભવિષ્યમાં એક માસે માટે સુર્યગ્રહનો અશુભ બંધનયોગ મળી રહ્યો છે. મિલ્કત અને વિલવારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. માર્ચ મહિનાથી સંતાિોના પ્રશ્નો અને સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થીતી અને જાહેર જીવનથી લાભ રહેશે યાત્રા પ્રુવાસ અને ધાર્મિક કાર્યૌોથી આનંદ રહેશે કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. આપના માટે શનિવારના વ્રત અને સરસ્વતીનુ પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
મીન (દ.ચ.ઝ.થ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો સ્વભાવમા ધીરજ રાખવાનું સુચવે છે. કરે છે. માત્ર જડતોનો ત્યાગ કરશો તો નસીબ કર્મ અને લાભ સ્થાનની પ્રબળતા ન ધારેલી સફળતા આપી શકે છે. નવા કાર્યોની શરૂઆત પણ શુભ રહેશે. વિદેશથી શુભ સમાચારો મળશે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. વડીલોનુ આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોમાં યોગ્ય નિરાકરણ મળશે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી પ્રતિષ્ઠા મળશે. કાયદાકીય બાબતો અને મોસાળપક્ષથી શુભ સમય મળશે યાત્રા પ્રવાસ અને વિદેશથી લાભ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને કુળદેવીનુ પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે