એ લિસ્ટની ગણાતી થયેલી અભિનેત્રી યામી ગૌતમ કહે છે કે સ્ટાર સિસ્ટમ હવે અસ્ત પામી રહી છે. બોલિવૂડ માટે એ બહુ પોઝિટિવ પરિસ્થિતિ છે.
’મારો અંગત અભિપ્રાય એવો છે કે પોતે સ્ટાર છે એવી સભાનતા કોઇ પણ અદાકારમાં ન હોય એ ખરી મજા છે. લોકો તમને સ્ટાર કહે અને તમે પોતે પોતાની જાતને સ્ટાર સમજીને વર્તો એ બંને અલગ બાબત છે. આખરે તો અદાકારને સ્ટાર બનાવવામાં દર્શકોનો મહત્ત્વનો ફાળો હોય છે. હવે તો દર્શકો પોતે એટલા સજાગ થઇ ગયા છે કે સ્ટાર સિસ્ટમનો મૃત્યુઘંટ વાગી રહ્યો હોય એવું કમ સે કમ મને તો લાગે છે’ એમ યામીએ કહ્યું હતું.મોખરાના અભિનેતા રિતિક રોશન સાથે કાબિલ ફિલ્મમાં અંધ યુવતીનો રોલ સફળતાથી ભજવનારી યામી હાલ વીકી કૌશલ સાથે ઊરી ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મમાં એનો રોલ મહત્ત્વનો છે અને ડાયરેક્ટરની સૂચનાથી એણે પોતાના લાંબા વાળ પણ કપાવીને ટૂંકા કરી નાખ્યા છે. અગાઉ એણે વીકી ડોનર જેવી બિનપરંપરાગત કથા ધરાવતી ફિલ્મ પણ સરસ રીતે કરી હતી.ઔએણે કહ્યું કે હું મારી અંગત તકલીફો અને વ્યાવસાયિક જવાબદારી વચ્ચે સમતુલા જાળવવાના સતત પ્રયાસો કરતી રહું છું.