હું જે કંઇ છું એ સમાજે મને આપેલું છે : એ આર રહેમાન

1159

મોઝાર્ટ ઑફ મદ્રાસ તરીકે ઓળખાતા ઓસ્કાર વિજેતા સંગીતકાર  એ આર રહેમાને કહ્યું હતું કે આજે હું જે કંઇ છું એ સમાજે મને આપેલું છે એટલે હવે સમાજને કંઇક પાછું આપવાની અને નવી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાની મારી ઇચ્છા છે.

રવિવારે આ સંગીતકારનો બર્થ ડે હતો. રવિવારે રહેમાન ૫૩ વર્ષના થયા. સાવ કૂમળી વયે પિતા ગુમાવનારા રહેમાને શરૃમાં અન્ય સંગીતકારોના સાજિંદા તરીકે અને વાજિંત્રો ભાડે આપનારા તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ જાહેરખબરની જિંગલ્સના સંગીતકાર થયા હતા અને મણી રત્નમે એમની પ્રતિભાને પારખીને એને ફિલ્મોમાં સંગીત પીરસવાની તક આપી. રહેમાને કહ્યું કે મેં જે સંઘર્ષ કર્યો છે એવો સંઘર્ષ નવી પ્રતિભાઓને કરવો ન પડે એ માટે એમને યોગ્ય માર્ગદર્શન આપવાની અને એમની પ્રતિભાને સંવારવાની હવે મારી ઇચ્છા છે.

Previous articleસ્ટાર સિસ્ટમનો મૃત્યુઘંટ વાગી રહ્યો છેઃ યામી ગૌતમ
Next articleજીવનમાં લગ્ન સિવાય પણ બીજું ઘણું કરવાનું હોય છેઃ સલમાન ખાન