બે વર્ષના આંકડા જોતા ગુજરાત ૧૦.૧૬ કરોડની નકલી નોટો ઝડપાઈ છે. કરોડોની કિંમતની નકલી નોટો નોટબંધી લાદવામાં આવી તેના બાદ પકડાઈ છે. નકલી નોટોનો આંકડો લોકસભામાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (દ્ગઝ્રઇમ્)માં બહાર આવ્યો હતો. હિંમતનગરમાં નવી રૂપિયા ૫૦૦ની ચલણી નોટો છાપતા કૌભાંડનો એસઓજીએ પર્દાફાશ કર્યો હતો. પાંચ આરોપીઓને ૧૭ નકલી નોટો અને પ્રિન્ટર ઝડપી લેવાયા હતા.