ગુજરાત કૉંગ્રેસમાં સબ સલામતના દાવા ઠોકતા બળવાખોરોએ માથું ઉંચકતા લોકસભાની ચૂંટણી પહેલાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ગુજરાત કૉંગ્રેસમાં કંઇક બળતું હોવાનું ગંધ આવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કૉંગ્રેસને લઇ વિવાદાસ્પદ નિવેદન આપતા ખળભળાટ મચી ગયો છે. તો નીતિન પટેલને પડકારતા રેશમા પટેલે ધડાકો કર્યો.
પૂર્વ પાસ કન્વીનર રેશમા પટેલે કહ્યું કે અમારા સંપર્કમાં ભાજપના ૫ થી ૭ ધારાસભ્યો સંપર્કમાં છે. ભાજપના સ્ન્છ અમને કહે છે કે અમે કંટાળ્યા છીએ પણ કહી શક્તાનું નથી. વ્યક્તિગત નુકસાન ભોગવવું પડે તે માટે હું કોઇનું નામ આપતી નથી. અમે બંધ બારણે નહીં ખુલીને બંડ પોકારીશું. કોંગ્રેસ પહેલા જ મ્ત્નઁમાં વિસર્જન થાય તો નવાઈ નહીં.રેશમા પટેલે ધડાકો કર્યો કે ભાજપને કહીએ પક્ષ માટે રાજનીતિ કરો છો કે લોકો માટે.
બીજાના પક્ષ પર પ્રહાર કર્યા કરતાં કામ કરવું જોઇએ. ભાજપ ગંગા જેવું પવિત્ર છે તો અમે ભાજપમાં એક વિશ્વાસથી આવીએ છીએ પરંતુ કામો થતા નથી. જો જો ૨૦૧૯ની લોકસભા આવતા કયાંક ભાજપનું વિસર્જન ના થઇ જાય. અમારે પવિત્ર થવા મ્ત્નઁમાં આવવું નથી.
નીતિન પટેલે થોડાંક દિવસ પહેલાં જ કહ્યું હતું કે ભાજપ ગંગા જેવું પવિત્ર છે અને કૉંગ્રેસના નેતાઓ અહીં પાપ ધોવા આવી શકે છે. તેનો પણ રેશમા પટેલે જવાબ આપ્યો.