લોકસભા પહેલાં જ કૉંગ્રેસ તૂટશે : નિતીનભાઈ પટેલ

808

ગુજરાત કૉંગ્રેસમાં છેલ્લાં કેટલાંક દિવસથી કંઇક નવા-જૂની થઇ રહ્યાની ચર્ચાએ વેગ પકડ્‌યો છે. ભાજપે કોંગ્રેસના બળતામાં ઘી હોમ્યું છે.

આજે ગુજરાત કૉંગ્રેસમાં જૂથવાદને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે લોકસભા પહેલાં જ કૉંગ્રેસ તૂટશે. કોંગ્રેસમાં સિનિયર નેતાઓનો અસંતોષ ચરમસીમાએ છે. નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસના નેતાઓને ખુલ્લું આમંત્રણ પણ આપ્યું. તો કોંગી કાર્યકરોને પણ મ્ત્નઁમાં જોડાવા ખુલ્લી ઓફર કરી છે.

બીજીબાજુ ચર્ચા છે કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસમાં બળવાનું રણશિંગુ ફુંકે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇ શકે તેવા સમાચારો વહેતા થયા છે. જેનાં કારણે ગુજરાતમાં રાજકારણ ફરી એકવાર ગરમાઇ ગયું છે. જો કે આ અંગે અલ્પેશ દ્વારા હજી સુધી કોઇ સ્પષ્ટ પ્રતિક્રિયા સામે આવી નથી.

તદ ઉપરાંત અલ્પેશ ઠાકોરને પક્ષમાં જોડાવા મામલે નીતિન પટેલે કહ્યું કે, અલ્પેશે પક્ષમાં આવવું હોય તો તેમનું સ્વાગત છે. તેમને પક્ષમાં સમાવવા એ સંગઠનનું કામ છે.

નીતિન પટેલના આ નિવેદન સામે કોંગ્રેસના નેતાઓએ વળતો જવાબ આપ્યો છે. અલ્પેશ ઠાકોર પક્ષ સાથે નારાજગી નથી. જો મનદુઃખ થયું હશે તો તેનો ઘરમાં જ ઉકેલ આવશે.

Previous articleનરેન્દ્ર મોદી સોવ્રિન વેલ્થ ફંડ્‌સ અને પેન્શન ફંડ્‌સના વડા સાથે રાઉન્ડ ટેબલ મિટિંગ કરશે
Next articleરાજયમાં નાગરિક સુવિધા માટે નવી ૩૦ એમ્બ્યુલન્સનું લોકાર્પણ