ખાંડના એમએસપીમાં ૧૦ ટકા  સુધીનો ટૂંક સમયમાં વધારો થશે

1026

મુશ્કેલીમાં મુકાયેલા ખાંડ સેક્ટરને મોટી રાહત આપવાના હેતુસર કેન્દ્ર સરકાર ખાંડ માટેના લઘુત્તમ વેચાણ કિંમત (એમએસપી)માં ૧૦ ટકા સુધીનો વધારો કરવા માટેની તૈયારી કરી લીધી છે. ટૂંક સમયમાં જ વર્તમાન સપાટીથી તેની કિંમતમાં વધારો કરાશે. વર્તમાન પ્રતિકિલો ૨૯ રૂપિયાની સપાટી કરતા તેની કિંમતને ૩૨ રૂપિયા સુધી કરવામાં આવી શકે છે. આનાથી મોટી રાહત મળશે. એમએસપીમાં ૧૦ ટકાનો વધારો કરવાથી કૃષિ સમુદાયમાં પણ રાહત રહેશે. ગયા વર્ષે કેન્દ્રીય ખાદ્યાન્ન મંત્રાલય દ્વારા સ્થાનિક ખાંડ મિલોની મદદ કરવાના હેતુસર પ્રતિકિલો ૨૯ રૂપિયાની એક્સ ફેક્ટ્રી ખાંડ કિંમત નક્કી કરી હતી.

ઘટતી જતી ખાંડની  કિંમતો વચ્ચે રાહત આપવાના હેતુસર આ નિર્ણય કરવામા આવ્યો હતો. હવે એક્સપોર્ટ માર્કેટના કદને પણ વધારવામાં આવી શકે છે. શેરડીનો જંગી જથ્થો એકત્રિત થઇ ગયો છે અને ૨૦૧૮-૧૯ની નવેસરની આવકની પણ શરૂઆત થનાર છે. આવી સ્થિતિમાં ઇન્ડસ્ટ્રી દ્વારા માર્જિનને સુધારવાના હેતુસર પ્રતિકિલો ૩૫ રૂપિયાની આસપાસ ખાંડ વેચાણ કિંમતની માંગ કરવામાં આવી રહી છે. એરિયર્સના ઝડપી નિકાલના હેતુસર પણ આ માંગ કરવામાં આવી રહી છે. ઉચ્ચ સ્તરીય સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, કેન્દ્ર સરકાર વર્તમાન એમએસપીની ટૂંકમાં જ સમીક્ષા કરશે. એક સપ્તાહમાં જ આની સમીક્ષા કરવામાં આવશે અને ટૂંકમાં જ ખાંડ વેચાણ કિંમતમાં પ્રતિકિલો બેથી ત્રણ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવી શકે છે. જો કે, ખાંડ કંપનીઓના કેવેટ દ્વારા કોઇપણ સબસિડીની માંગ કેન્દ્ર પાસેથી કરી શકાશે નહીં. એમએસપીમાં વધારો કરવામાં આવ્યા બાદ કોઇ સબસિડીની માંગ થઇ શકશે નહીં. આ હિલચાલને પણ ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. જૂન ૨૦૧૮માં કેન્દ્ર સરકારે ખાંડ સેક્ટરમાં લિક્વિડીટીની સ્થિતિને હળવી કરવા માટે ૭૦૦૦ કરોડના પેકેજની જાહેરાત કરી હતી. સાથે સાથે રિફાઈન્ડ ખાંડની કિંમત પ્રતિકિલો ૨૯ રૂપિયા એમએસપી નક્કી કરવામાં આવ્યા હતા. ઉપરાંત આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિએ ત્રણ મિલિયન ટન ખાંડમાં બફર સ્ટોકની રચના કરી હતી. ઉત્તરપ્રદેશમાં ખાંડનું ઉત્પાદન દેશમાં સૌથી વધારે કરવામાં આવે છે. પ્રાઇવેટ સુગર મિલરોને ખેડૂતોને વળતર ચુકવવા માટે ૪૦૦૦ કરોડ રૂપિયાના સોફ્ટ લોન પેકેજની પણ જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે અન્ય લાભ આપવાની પણ જાહેરાત કરી હતી. સરકારે કેન્દ્ર સરકારને પત્ર લખીને રાજ્ય ખાંડ ક્વોટાને વધારવાની પણ જાહેરાત કરી હતી. સરકારે કેન્દ્ર સરકારને લેખિતમાં કેટલીક રજૂઆત કરી દીધી છે. ઉત્તરપ્રદેશ સરકારે કેન્દ્ર સરકારને આ બાબતથી વાકેફ કર્યા છે કે, ઉત્તરપ્રદેશની મિલો દ્વારા ગયા વર્ષના સંદર્ભમાં પરિસ્થિતિની સમીક્ષા કરી છે. અગાઉ ઓલ ઇન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશનના ચેરમેને કહ્યું હતું કે, ખેડૂત સમુદાયમાં પણ આને લઇને ખુશી જોવા મળી શકે છે. ઉત્તરપ્રદેશમાં અને દેશના અન્ય ભાગોમાં શેરડીના ખેડૂતોની સંખ્યા ખુબ મોટાપાયે છે. સાથે સાથે ઉત્તરપ્રદેસમાં સંખ્યા સૌથી મોટ રહેલી છે. રાજકીય દ્રષ્ટિએ પણ ઉત્તરપ્રદેશ સૌથી મોટુ રાજ્ય છે અને લોકસભાની સૌથી વધારે સીટો છે.

Previous articleરાજયમાં નાગરિક સુવિધા માટે નવી ૩૦ એમ્બ્યુલન્સનું લોકાર્પણ
Next article‘મહાગઠનબંધનનું કોઇ ભવિષ્ય નથી, ફરીથી  મોદી જ બનશે વડાપ્રધાન : નીતિશ