ધાતરવડી (ર) ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોની મુરજાતી મોલાતને જીવતદાન

657

રાજુલા તાલુકાના ૬ ગામોના સરપંચોએ ર મહિનાથી કરેલ રજૂઆતને ભાજપના સાંસદ નારણભાઈ કાછડીયા, ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણની જહેમતથી ધાતરવડી (ર)નું પાણી છોડતા ખેડૂતોની મુરજાતી મોલાતને જીવતદાન મળ્યુંં છે. રાજુલા તાલુકાના ૬ ગામોના ખેડૂતોની મુરજાતી મોલાતને બચાવવા ધાતરવડી (ર) ડેમ ખાખબાઈમાંથી નદીમાં પાણી છોડવા ર મહિનાથી કરેલ રજૂઆતને સાર્થક કરતા ભાજપ સાંસોદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણે રાજ્ય સરકારના જળસંપતિ વિભાગના રાજ્યમંત્રી પરબતભાઈ પટેલને રજૂઆત કરતા સિંચાઈ વિભાગનો તા.૩૧-૧રનો પરિપત્ર હુકમ જારી કરી ધાતરવડી (ર) ખાખબાઈના ડેમમાંથી સિંચાઈ પાણી છોડવા હુકમનું પાલન કરતી સિંચાઈ વિભાગના અધિકારી સુવર ધાતરવડી (ર) ડેમનો માત્ર એક દરવાજો ખોલતા ડેમ નીચે આવેલ હીંડોરડા, સતડીયા, વડ, ધારાનાનેસ અને ઉચૈયા ગામના ખેડૂતોની કરોડો રૂપિયાની મુરજાતી મોલાતને જીવતદાન મળશે ત્યારે આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર આ ૬ ગામના ખેડૂતોની વ્હારે આવ્યાની આજે ખોટી જાહેરાત ટીવી સ્ક્રીન પર વાયરલ થતા ઉચૈયા ગામના સરપંચ પ્રતાપભાઈ બેપારીયા, ઉપસરપંચ દિલુભાઈ ધાખડા, ગામ આગેવાન અને પૂર્વ સરપંચ અમરૂભાઈ ધાખડા (શ્યામવાડી), ધારાનાનેસ ગામના સરપંચ મહેશભાઈ ધાખડા, ભચાદર સરપંચ તખુભાઈ ધાખડા ઉપરાંત આ બાબતે જહેમત ઉઠાવેલ ભાજપના જિલ્લા પંચાયતના અને આહિર સમાજ અગ્રણી અરજણભાઈ લાખણોત્રા, રાજુલા તાલુકા પંચાયત પૂર્વ ચેરમેન અમજણભાઈ વાઘ, વડ ગામના સરપંચ અજયભાઈ ખુમાણ, ગામ આગેવાન ભુપતભાઈ ધાખડા સહિતે ધારાસભ્ય અંબરીશભાઈ ડેરે ખોટા રાજકિય સ્ટંટ કરી પોતાની પ્રસિધ્ધિ મેળવવા ખોટા પ્રયાસો કરી જનતાના આ તમામ પ્રતિનિધિઓના જનતા સહિત દીલ દુભાવ્યો આકરા પ્રહારો કર્યા છે. અમરેલી સિંચાઈ વિભાગમાં ર-ર મહિનાથી ખેડૂતો માટે ધક્કા ખાધા હોય અને લીંબડ જસ ધારાસભ્ય ખોટી પ્રસિધ્ધિ માટે લઈ જતા હોય તે કેટલું વ્યાજબી ?

Previous articleવલ્લભીપુર આંતર કે.વ. શાળાના શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
Next articleઅંધારી આંખે રચાયા રૂપાળા રંગ પ્રજ્ઞાલોકના બાળકોનો અદ્દભૂત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો