ગુજરાત પોલીસ પાસે રાજ્યમાં બનતા સાયબર અપરાધના બનાવો અટકાવવા અને શોધવા અંગેની જાણકારી અને ક્ષમતા વિકસાવવાના હેતુથી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વર્ષઃ ૨૦૧૮-૧૯ દરમ્યાન ૪-મહાનગરોમાંસાયબર અપરાધ પોલીસ સ્ટેશન અને સીઆઈડી (Crime & Railways) તથા ૯-વિભાગીય કચેરીઓ ખાતે સાયબર અપરાધ તપાસ કોષ સ્થાપિત કરવા અંગે નિર્ણય લેવામાં આવેલ છે. સદર નિર્ણયના ભાગ રૂપે ભાવનગર વિભાગ ખાતે તા.૨૪/૧૧/૨૦૧૮ થી સાયબર અપરાધ તપાસ કોષ (Cyber Crime Cell) કાર્યરત કરવામાં આવેલ છે અને 1-PI સહિત ૮-પોલીસ અધિકારીઓની નિમણુંક કરી, Computer Hardware, Froensic Analysis Software, Froensic Imaging Device અને Froensic Wrok Stations વિગેરે સાધન-સામગ્રી ફાળવવામાં આવેલ છે.
Cyber Crime Cell, ભાવનગર વિભાગ અને જીલ્લા પોલીસના સ્થાનિક ગુન્હા શોધક દળ (LCB) તથા પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા અધિકારીઓને સાયબર અપરાધ તપાસ બાબતે જાણકારી અને કૌશલ્ય પુરુ પાડવાના ઇરાદાથી તા.૦૭/૦૧/૨૦૧૯ ના રોજ કોન્ફરન્સ હોલ, પોલીસ અધિક્ષકની કચેરી, ભાવનગર ખાતે સાયબર અપરાધ તપાસ બાબતે ૧-દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલ તાલીમ શિબિરમાં ડો. ચિંતન પાઠક, ઁPh.D. (Cyber Law), અને સ્નેહલ વકીલના, Lawyer & Investigatro, Ethical Hacker, Cyber Froensic Specialist, Data Piracy Specialist & IPR Specialist નિષ્ણાંત વક્તા તરીકે ઉપસ્થિત રહેલ. સદર તાલીમ શિબિરમાં પોલીસ અધિક્ષક, Cyber Crime Cell, ભાવનગર વિભાગના અધિકારીઓ તથા અમરેલી, ભાવનગર અને બોટાદ જીલ્લાનાં અધિકારીઓ મળી 65-PI/PSI/HC/PC ઉપસ્થિત રહેલ હતા. તાલીમ શિબિરમાં સાયબર કાયદો અને કાર્યપધ્ધતિ, ઝડતી અને કબ્જો , ATM Fraud, Phishing, Identity Theft, Hacking જેવા સાયબર અપરાધો અને આવા બનાવોની તપાસ વિગેરે બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ.
તાલીમ શિબિરની શરૂઆત કરતા નરસિમ્હા કોમાર, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગરે જણાવેલ કે, વર્તમાન સમયમાં Cyber Crime Investigation પોલીસ સમક્ષ એક પડકાર છે અને તેને પહોંચી વળવા પોલીસ અધિકારીઓ પાસે સંબંધિત કાયદાકીય જોગવાઇઓ, કાર્યપધ્ધતી, ગુન્હેગારો દ્વારા આચરવામાં આવતા જુદા-જુદા પ્રકારના સાયબર અપરાધો અને તેની તપાસના કામે એકત્રિત કરવાના રહેતા પુરાવાઓ બાબતે જાણકારી અને કૌશલ્ય હોવુ જરૂરી છે અને તાલીમ શિબિર ભાવનગર વિભાગ હેઠળના પોલીસ અધિકારીઓને આવી જાણકારી અને કૌશલ્ય પુરૂ પાડવાનો એક પ્રયાસ છે.