રાજુલા વિસ્તારના અગ્રણી અને કોંગ્રેસના તાલુકા પ્રમુખ કોંગ્રેસને રામ રામ કરી કોંગ્રેસનું રાજુલા વિધાનસભામાં વિસર્જન કરવા સંસ્કૃતિ હાઈસ્કુલના પટાંગણમાં અગત્યની વિશાળ જનમેદનીની સંખ્યામાં મિટીંગનું આયોજન થયું. જેમાં ભાજપના ઉમેદવાર હીરાભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને બહોળી સંખ્યામાં દરેક જ્ઞાતિના આગેવાનો, મહિલાઓ સહિત જ્ઞાતિવાદને પોષણ આપનાર કોંગ્રેસને જડમૂળમાંથી કાઢવા સર્વ સંમતિથી નિર્ણયો લેવાયા.
પીઠાભાઈ નકુમે કહેલ કે કોંગ્રેસ પક્ષને અંગ્રેજી નીતિ ભાગલા કરોની નિતીની આંખે વિકાસ પીળો પીળો જ દેખાય છે અને તે પીળા ચશ્મા મારી આંખે પણ કોંગ્રેસે લગાડ્યા હતા. જે હીરાભાઈ સોલંકી, તાલુકા પંચાયતના પ્રમુખ વલ્કુભાઈ બોસ તેમજ આહિર સમાજના ભોળાભાઈ લાડુમોર, સુકલભાઈ બલદાણીયા દ્વારા પીળા ચશ્મા ઉતારી લેતા જ રાજુલા શહેર, જાફરબાદ, ખાંભા તાલુકાનો જે વિકાસની વણજાર કરોડો રૂપિયાના ખર્ચે રોડ, અદ્યતન હોસ્પિટલ, અદ્યતન પ્રાંત કચેરી, જાફરાબાદનો અબજો રૂપિયાનો પ્લાન્ટ પુલ રોડ બંદરનું ડ્રેઝીંગ, અદ્યતન ગરીબ બાળકોને ઉચ્ચ અભ્યાસ વિનામુલ્યે શિક્ષણથી છાત્રાલયો, રાજુલા વિસ્તારમાં મહાકાય કંપની તો આવી પણ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે આઈટીઆઈ બિલ્ડીંગ જેવા અનેક વિકાસના કામો જે કોંગ્રેસ દ્વારા ૬૦ વર્ષમાં જોતા જોયા તે રર વર્ષની રાજ્ય સરકાર ભાજપની આવતા રાજુલાની એક પણ ગલી ખાંચાના એક ફુટની જગ્યા પણ પાકા રોડ વગર નથી રહી.
આ પ્રસંગે રવુભાઈ ખુમાણ, નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ ધાખડા, મંત્રી બાબુભાઈ વાણીયા, ડો.હિતેશભાઈ હડીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.