જાફરાબાદના અરબી સમુદ્રાના ટાપુ શિયાળબેટમાં પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે જળુંબતુ કાયમ મોત આજે જર્જરીત શાળાના મકરબામાંથી છતના પોપડા ધડાધડ પડ્યા પણ વરસાદ વાવાઝોડાની તંત્ર દ્વારા આગાહી રજા હોવાથી વિદ્યાર્થીઓ બચી ગયા છે. પ્રેસ પ્રતિનિધિ અમરૂભાઈ બારોટે ચારે બાજુ દરિયો હોય ત્યાંની પરિસ્થિતિ શું હોય તે જાણકારી માટે શાળાની મુલાકાત લીધેલ હોય આચાર્ય-શિક્ષકોને પુછતા આ પરિસ્થિતિ સામે આવી કે અમારા સરપંચ અને અમારા અધિકારીઓએ આ જર્જરીત શાળાના મકાન બાબતે શિક્ષણ વિભાગને રજૂઆત કરી પણ તંત્ર દ્વારા હજુ કોઈ કાર્યવાહી થઈ નથી તો શું આ કહેવાતા તંત્રના અધિકારીઓ જાડી ચામડીવાળા થઈ ગયા છે ? કે વિદ્યાર્થીઓના મોત થયા પછી નવા મકાનની મંજુરી આપવી ?