પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના જીવન પર બનેલી ફિલ્મ ધ એક્સિડેન્ટર પ્રાઈમ મિનિસ્ટર રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. બિહારના મુઝફ્ફરપુરમાં એક સ્થાનિક અદાલતે એક્ટર અનુપમ ખેર અને અન્ય ૧૩ સામે કેસ ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. અદાલતે આ આદેશ વકીલ સુધીર ઓઝાની એક અરજી પર સુનાવણી બાદ આપ્યો જે ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર સામે દાખલ કરવામાં આવી હતી.
વકીલ સુધીર ઓઝા દ્વારા દાખલ અરજીમાં આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. સુધીર ઓઝાની અરજીમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને દેશના અન્ય નેતાઓની છબી બગાડવાની કોશિશ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને યુપીએ સરકાર પર બનેલી ફિલ્મ ધ એક્સિડેન્ટર પ્રાઈમ મિનિસ્ટર ટ્રેલર લોન્ચ સાથે વિવાદોમાં આવી ગઈ હતી.